________________
ચુગપ્રધાન તપ
૩૮૯
પ્રથમ જ્ઞાનની પૂજા ભણાવવી. પહેલા ઉદયના દિવસ ૨૦, તથા બીજા ઉદયના દિવસ ૨૩. તેમાં પહેલા ઉદયને ૨૦ દિવસ મધ્યે પહેલે અને છેલ્લે દિવસે આંબિલ અથવા ઉપવાસ કરે, બાકીના અઢાર દિવસે એકાસણું કરવાં. હંમેશાં વીશ ખમાસમણ દેવાં, વશ પ્રદક્ષિણા દેવી, વીશ લેગસ્સને કાઉસ્સગ કરે, બન્ને વખત પ્રતિકમણ, ત્રણે કાળ દેવવંદન તથા જ્ઞાનની પૂજા કરવી. પહેલે તથા છેલ્લે દિવસે રૂપાનાણે જ્ઞાનપૂજા કરવી અને વચ્ચેના અઢાર દિવસે શક્તિ પ્રમાણે જ્ઞાનપૂજા કરવી. સાથીયા ૨૦, બદામ ૨૦, તથા ફળ નૈવેદ્ય વિગેરે (વીશ વીશ) વસ્તુઓ જ્ઞાન પાસે ઢોકવી. પ્રથમ તપના આરંભમાં પૂજા ભણાવવી. પછી જ્ઞાન પૂજવું, પછી પ્રદક્ષિણ, પછી ખમાસમણ પછી ચૈત્યવંદન અને પછી પચ્ચખાણ કરવું.
બીજા ઉદયને વિધિ પણ એ જ રીતે જાણ. વિશેષ એ કે પહેલે ને છેલ્લે દિવસે આંબિલ અથવા ઉપવાસ કરે. વચ્ચે ૨૧ એકાસણું કરવા. ર૩ દિવસે તપ પૂર્ણ કરે. યુગપ્રધાનની છબી ઠવી ઉપર મૂકવી ને તેની વાસક્ષેપવડે પૂજા કરવી.
ગરણું નીચે પ્રમાણે વિશ નવકારવાળી પ્રમાણે દરરોજ માણવું –