SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદની ઓળી તપ ૩૨૯ સુરસુંદરીને એક રાજપુત્ર સાથે પરણાવી. કર-કરિયાવર પણુ ઘણું આપ્યું અને ઉત્સવપૂર્વક લગ્ન કર્યા. એકદા પ્રજાપાલ રાજા ફરવા નીકળે તેવામાં તેણે સામેથી કોઢિયા લેકેની મોટી જ આવતી નીહાળી. પ્રધાનને તપાસ કરવા કહ્યું પ્રધાને તપાસ કરી જણાવ્યું કે–આ સાત કુક્કી લેકે છે. તેમને ઉંબર નામને રાણો છે, તેને માટે રાજપુત્રીની તપાસ કરવા તેઓ દેશ–પરદેશ ભમે છે. રાજાને મયણાસુંદરી પર વેર વાળવાનું યાદ આવ્યું અને કુષ્ઠી લેકેને તે પોતાના નગરમાં તેડી ગયે તેમજ મયણાસુંદરીને ઉંબર રાણુ સાથે પરણાવી, ઉબર રાણા સાથે પરણાવવાથી મયણાસુંદરીને લેશ માત્ર ખેદ ન થા. લેકે રાજાને ફિટકાર આપવા લાગ્યા કે “છેરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય.” મયણાસુંદરીએ પિતાને ઉપકાર માન્યા અને કહ્યું કે–આપે આપેલા પતિને પરમાત્માની જેમ પૂછશ. ઉંબરરાણે ને મયણાસુંદરી સાથે રહે છે, પણ ઉંબરાણાને એક સતી સ્ત્રીનું જીવન ધૂળધાણી કરતાં વિચાર આવે છે. તે મનથી ટેક રાખે છે. સતા મયણાને તે સ્પર્શ પણ કરતા નથી. બંને ધર્મ આચરે છે. અતિથિ જનની સેવા કરે છે. સંત-સાધુની ભક્તિ કરે છે. ગરીબ દીન લોકોને અન્ન-વસ્ત્ર આપે છે. પણ ઉંબરરાણાને કઢ નાબૂદ થતો નથી. ઉંબરરાણાની રીતભાતથી મયણાસુંદરીને જણાયું કે ઉંબરાણે સામાન્ય માનવી નથી પણ કઈ ખાનદાન વ્યક્તિ જણાય છે.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy