________________
તેર કાઠિયા તપ
૩૧૯ પુણ્યશ્લોક પુરુષોત્તમ ત્રિજગદ્ગુરુ પરમાત્માના પિતાએ પણ ઉત્કૃષ્ટ પુણ્યશાળી જ હોય છે તેથી તેમને અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. ]
આ તપમાં નિરંતર બત્રીશ આંબિલ કરવા. ઉજમણે જિનપૂજા, ગુરુભક્તિ સંઘભક્તિ વિગેરે કરવું. “નમે
અરિહંતાણં' પદની નવકારવાળી વીશ ગણવી. સાથિયા વિગેરે બ ૨ બાર કરવા.
૧૧૫. તેર કાઠિયાને તપ [ કાઠિયા એટલે લૂંટારા. માર્ગે ચાલતાં પ્રાણીને વચ્ચે અટકાવીને જેમ લૂંટારા તૂટી જાય છે તેમ ધર્મ સન્મુખ થયેલા પ્રાણીને વચ્ચે વચ્ચે આંતરીને–અટકાવીને આ આળસ વિગેરે દુર્ગુણો ધર્મરૂપી ધન લૂંટી લે છે, જેથી તેને કાઠિયા” ની ઉપમા આપવામાં આવી છે. તે કાઠિયાને જે કમજવામાં આવ્યું છે તે પણ બુદ્ધિમાં ઉતરી શકે તે છે.
ધર્મ કરતાં પ્રાણીને પ્રથમ આળસ આવે છે, કંઈક પુરુષાર્થ કરી તે જાગૃત થાય છે ત્યાં મેહ સુભટ જોર કરે છે. મોહને કંઈક પરાસ્ત કરવામાં આવે છે ત્યાં અવજ્ઞા–તિરસ્કાર કાઠિયે જોર પકડે છે. તેને કંઈક હટાવવામાં આવે છે ત્યાં અભિમાનરૂપી કાઠિયે જેર કરે છે. એ પ્રમાણે આ કાઠિયાની ગોઠવણ સંકલનબદ્ધ છે. વિસ્તૃત વિવેચન માટે “તેર કાઠિયાને રાસ” વાંચવાયેગ્ય છે.]