________________
જિન જનક તપ
૩૧૭
જ્ઞાનાવરણીયાદિકના ક્ષયથી પ્રગટતાં અગિયાર અતિશયે-૧. સમવસરણની રચના, ૨. અર્થગંભીરવાણી, ૩. ભાષાની સર્વદેશીયતા, ૪. આસપાસના વિસ્તારમાંથી જવરાદિ રોગને નાશ, પ. પરસ્પરના વૈરની શાંતિ, દ. પાકનો નાશ કરનારી તીડ વિગેરે ઈતિને અભાવ, ૭. ઉપદ્રવને વિરમ, ૮. અતિવૃષ્ટિ, ૯. અનાવૃષ્ટિ ૧૦ અને દુકાને અભાવ, ૧૧ સ્વચકભય કે પરચકભયને અસંભવ.
દેવકૃત એગણીશ અતિશ–૧. ધર્મચકનું ફરવું, ૨ ચામરનું વીંઝાવું, ૩. પાદપીઠ સહિત સિંહાસનનું ચાલવું, ૪. ત્રણ છત્રાનું ધારણ થવું, પ રત્નમય વજનું આગળ-આગળ ચાલવું, ૬. સ્વર્ણકમલની રચના થવી, ૭. સમવસરણની આસપાસ ત્રણ પ્રકારના ગઢ રચાવા, ૮. ઉપદેશસમયે જુદી જુદી ચારે દિશામાં પરમાત્માનાં ચાર મુખો દેખાવાં, ૯ શ્રી તીર્થંકર પરમાત્મા વિરાજતા હોય ત્યાં અશોક વૃક્ષની રચના થવી, ૧૦. માર્ગમાં રહેલા કંટક-કાંટાઓનું અધમુખ થવું, ૧૧. વૃક્ષની ડાળીઓએ ચૂકી મૂકીને નમન કરવું, ૧૨. દેવદુંદુભીનું વાગવું, ૧૩. સંવર્તક જાતિના પવનનું વાવું, કે જે કચરે આદિ મલિન પદાર્થો દૂર કરીને સર્વને સુખદાયક વાય, ૧૪. પક્ષીઓ વડે પ્રદક્ષિણા થવી, ૧૫ ગંદકની વૃષ્ટિ થવી, ૧૬. પંચરંગી દિવ્ય પુષ્પની વૃષ્ટિ થવી, ૧૭. શ્રી તીર્થંકર પરમાત્માના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથ–પગના નખની વૃદ્ધિ ન થવી, ૧૮. અનેક દેવેનું સમીપમાં રહેવું અને ૧૯. અનુકૂળ અને મનહર ઋતુઓ બનાવી. ]