________________
૧૦૮ ઉપવાસની તપશ્ચર્યા અંગે આવેલા શુભ સંદેશાઓ પાલીતાણું, આ વદિ બીજ ૨૦૩૬
પરમ પૂજ્ય પ્રખર વક્તા આચાર્ય શ્રીમાન્ વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ સપરિવાર ગ્ય.
વિજય યશદેવસૂરિ આદિની સવિનય વંદના.
જે યુગમાં આહાર સંજ્ઞાનું જોર એટલે કે ખાવાપીવાની સ્વાદ લેલુપતાનું જોર ટોચે પહોંચ્યું છે. ત્યારે, ખાવા-પીવામાં મસ્તી માણતી જનતાને લાલબત્તીની જેમ “જરા રુક જાઓ, અને દેખેને સંકેત આપતી, વળી સહ કેઈને ભારે ઊંડા આશ્ચર્યમાં મૂકી દેતી અને અનેકને ભારે પ્રેરણા આપતી અજોડ તપશ્ચર્યા મુનિશ્રીની રત્નાકરવિજયજીએ કરી પિતાના આત્માનું મહાન કલ્યાણ તે સાધ્યું-સાથે સાથે જૈન શ્રીસંઘને-સમાજને, મહાન આચાર્ય સૂરિસમ્રાટુ સાહેબને સમુદાય ને અન્ય સમુદાયને અને મહુવાના જૈન શ્રીસંઘને અને સહુને ગૌરવ બક્યું છે. !
લાંબા ભૂતકાળની ખબર નથી પણ સૈકામાં આ તપશ્ચર્યા અભૂતપૂર્વ અને સુવર્ણાક્ષરે નોંધ લેવાય તેવી થઈ છે.