________________
૨૧
ઘણાએ ભાવિકોને માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ, અડ્ડાઈએ વિ. આરાધના કરવાનું પ્રેરણાદાયી બળ આપી ભાવિકાની પ્રેરણામૂતિ અન્યા છે.
અહા ! હા ! ખરેખર પૂ. મુનિશ્રી રત્નાકર વિ. મ. સા. ની જનેતાને ધન્ય છે ! તેમને ભૂરિ ભૂરિ વંદના, કે જે માતાની કુક્ષિએ એક મહાન સ ંત તપસ્વી મુનિશ્રીના જે જન્મ થયેા છે “રત્નાકર” રૂપી રત્ન આપનાર રત્નકુક્ષિણી માતા ધન્ય બન્યા છે, એ જન્મભૂમિ પણ ધન્ય છે કે જે ભૂમિમાંથી આવું અજોડ શ્રમણ રત્ન સાંપડયું. એમના પિતાશ્રીને પણ ધન્ય છે, ભલે આજે પિતા સ્થૂલ દેહે વિદ્યમાન નથી પરંતુ આવા પુનિત સ ંત તપસ્વિથી તે અક્ષરદેહે અમર બન્યા છે, એ કુટુંબને પશુ ધન્ય બનાવી દીધું છે કે જેમાં આવું પરમ શ્રમણ તપસ્વી રત્ન ઉદ્ભવ્યું. અને યશ તથા ગૌરવનુ સદ્ભાગી બન્યું છે.
આજે સારાયે દેશમાં આવી ઉગ્ર તપશ્ચર્યાની ભૂરિ સૃષ્ટિ પ્રશંસા થઈ રહી છે. તેમણે જૈનેતરોને તે આશ્ચય મુખ્ય કરી દીધા છે, વૈજ્ઞાનિકે તેમજ ડોકટરે વિચાર કરતા થઈ ગયા છે કે આ મુનિરાજ આટલા દિવસના ઉપવાસથી જીવંત કેમ રહી શકે ?
છેલ્લા સેકડો વર્ષોમાં જૈનશ્રમણ ભગવતમાં ૧૦૮ ઉપવાસ કર્યાના કોઈપણ દાખલા ઇતિહાસના પાને સાંપરતા નથી.
જડવાદ–રંગરાગ અને દેડુ સુખના ભોગપભાગમાં રાચતા-નાચતા આજના યુગમાં આવી ૧૦૮ ઉપવાસની