SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષયનિધિ તપ ૧૮૧ મીઠે વચને ખેલાવીને કહ્યુ “ હે વત્સે ! તું રાજપુત્રી છે, છતાં આ સરોવરને કિનારે ઊભી ઊભી શુ વિચાર કરે છે? પૂ॰ભવમાં ધી વના જે મત્સર કર્યાં છે, તેના પાપથી તું આ ભવમાં રાજપુત્રી થયા છતાં તારા પિતાનું મરણ થયું, રાજમહેલ લુંટાયેા. તારે ભાગવું પડ્યું વનચર થઈ દુઃખ પામી. તેમાં ખેચરે લઈ જઈને ક્ષણાર સુખ આપ્યું પણ પાછું' વનચર થવુ પડ્યુ. આ ખા તારા પૂર્ણાંકના વિપાક છે. પૂર્વે વાવેલા પાપવૃક્ષની શાખાઓના એ બધા વિસ્તાર છે. "" આ પ્રમાણે જ્ઞાની ગુરુનાં વચને સાંભળીને તે રાજપુત્રીએ તેમને વંદન કરીને પૂછ્યુ કે—“ હે ભગવન્ ! આ દુ:ખથી મારા છૂટકારા શી રીતે થાય તે કૃપા કરીને મને બતાવે. હું હવે દુઃખ સહન કરીને અત્યંત કાયર થઈ ગઈ છું. ગુરુમહારાજે કહ્યું કે-“ વત્સે ! જો તારે આ દુઃખથી છૂટવુ' જ હોય અને સુખસપત્તિ પ્રાપ્ત કરવી હેય તા તું અક્ષયનિધિ નામના તપ કર ને જ્ઞાનની ભક્તિ કર. શ્રાવણ વિ ૪ થી એ તપ શરૂ કરવા ને ભાદ્રપદ શુદિ ૪ થે ( સવચ્છરીએ ) પૂર્ણ કરવા. તેમાં યથાશક્તિ એકાંતર ઉપવાસ અને એકાસણાં કરવાં, અથવા ૧૫ એકાસણાં કરી પ્રાંતે (૧૬ મે દિવસે) ઉપવાસ કરવા, એ ટક પ્રતિક્રમણ કરવાં, શિયળ પાળવું, જિનપૂજા કરવી, એક કુંભ સ્થાપી તેને અક્ષતવડે ભરવા, દરરાજ બે હજાર ગુણું ગણવું. આ તપ કરતાં કોઈ પણ પ્રકારે પેાતાની શક્તિ ગેાપવવી નહિ. આ તપ પૂર્વોક્ત રીતિએ ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ પર્યંત કરવા.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy