________________
ક્રમય'તી તપ
૧૬૯
ચાવીશે તી કર ભગવાને ભાલઘલમાં રત્નજડિત સુવર્ણ તિલક ચાડાવ્યા હતાં, જેના પ્રભાત્રથી આ ભવમાં તેણીને ભાલસ્થલમાં પ્રકાશ—તિલક પ્રાપ્ત થયેલ છે. નિષધરાજાએ સ્વનગરીમાં આવી, નળને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી.
નળના ભાઈ કુખર મહાપ્રપંચી હતા. નળની આબાદી જોઇને તે ઈર્ષ્યાથી બળવા લાગ્યા. કોઈપણ પ્રકારે નળને સ્થાનભ્રષ્ટ કરવાની તે યુક્તિ અજમાવવા લાગ્યા. એકદા થત રમતાં નળ પોતાનું સમગ્ર રાજ્ય તેમજ સ્ત્રી દમયંતી હારી ગયા. નગરજનોના સમજાવવાથી કુબરે દમયતીને નળ સાથે સાથે જવા દીધી.
ગાઢ વનમાં ગયા બાદ બંને પતિ-પત્ની સૂઈ ગયા. નળને વિયાર આવ્યે કે-વનવગડામાં કે દેશાંતરમાં સ્ત્રી અધનરૂપ છે, માટે મારે દમયતીને ત્યાગ કરવે. આવે નિર્ણાય કરી નળે, તેણીના વસ્ત્રના છેડા પર કુંડનપુર તેમજ કેશલા નગરી અને તરફ જવાનો માર્ગ દર્શાવી, તેને ભરનિદ્રામાં એકલી ત્યજી દઈ ગુપ્તપણે ચાલ્યા ગયા.
મામાં આગળ વધતાં, દાવાનળમાં સપડાયેલા એક સપે નળને પોતાનું રક્ષણ કરવા કહ્યું. નળે તેને બચાવી અહાર કાઢતાં તે સપે તેને ડંખ માર્યાં જેથી તેના ઝેરની અસરથી નળ ક્રુડો બની ગયા.
નળે ઉપકાર ઉપર અપકાર કરવાનું કારણ પૂછતાં સર્પે જણાવ્યું કે-હું તારા પિતા નિષધ છું. ભાવી આપત્તિમાંથી રક્ષણ કરવા માટે મેં આ પ્રમાણે
.
કર્યું છે.