________________
કલ્યાણક અષ્ટાલિનકા તપ
૧પ૭
કરી તેના પર મૂકવાં. નાના પ્રકારનાં પક્વાન્ન, ફળ ઢાકવાં. સંઘવાત્સલ્ય, સંધપૂજા કરવી. આ તપનું ફળ ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “ નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા
૫૮. કલ્યાણક અષ્ટાનિકા તપ [ કલ્યાણકને અનુલક્ષીને આઠ-આઠ દિવસ પર્યત. કરાતે તપ તે કલ્યાણક અણહ્નિકા તપ કહેવાય છે. ]
एकभक्ताष्टकं कार्यमई कल्याणपञ्चके । प्रत्येकं पूर्यते तच्च बृहदष्टाह्निकातपः ॥१॥
ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણ કેવડે સંયુક્ત થયેલા આઠ આઠ દિવસ હોવાથી કલ્યાણક અષ્ટાહ્નિકા નામે તપ કહેવાય છે. તેમાં ભાદિક એક એક તીર્થકરના એક એક કલ્યાણકને આશ્રયીને આઠ આઠ એકાસણી કરવાથી ચાળીશ એકાસણાવડે એક તીર્થકરના કલ્યાણકને તપ પૂર્ણ થાય છે. એ રીતે બીજા ત્રેવીશ તીર્થકરોના કલ્યાણકને આશ્રયીને ચાળીશ ચાળીશ એકાસણ કરવાથી કલ્યાણક અષ્ટાહિકા તપ પૂર્ણ થાય છે. સર્વ મળીને ૬૦ એકાસણું થાય છે. કદાચ એક તીર્થકરથી બીજા તીર્થકરના કલ્યાણકતપની વચ્ચે આંતરો પડે તે તેમાં અડચણ નથી. પણ ચાળીશ એકાસણુની અંદર તે આંતરો પડે ન જોઈએ. ઉદ્યાપનમાં એકસે ને વિશ વીશ