________________
જ્ઞાનપંચમી તપ
૧૩૩
માર્યો. તે મર્મસ્થળમાં વાગવાથી સુંદરી તરત જ મૃત્યુ પામી અને તમારી પુત્રી ગુણમંજરી તરીકે ઉત્પન્ન થઈ, પૂર્વ ભવના જ્ઞાનના અંતરાયને કારણે તે મૂંગી તેમજ રોગી થઈ.
આ હકીકત સાંભળતા જ ગુણમંજરીને જાતિસમરણ જ્ઞાન થયું. મૂર્શિત દશામાં તેણીને પિતાનું સર્વ પૂર્વદિત જણાયું. શ્રેણીએ પિતાની પુત્રી માટે ઉપાય પૂછયો. ગુરુ મહારાજે જ્ઞાનપંચમીનું આરાધન જણાવી તેને વિગતવાર વિધિ દર્શાવ્યો. ગુણમંજરીએ જિંદગીપર્યત જ્ઞાનપંચમી તલનું ઉલ્લાસ સહિત આરાધન કર્યું.
રાજવી અજિતસેને પણ પિતાના પુત્ર વરદત્તના કુછપણા અંગે ગુરુમહારાજને પૃચ્છા કરતાં ગુરુમહારાજે જણાવ્યું કે
શ્રીપુર નગરમાં વસુ શ્રેષ્ઠીને વસુસાર અને વસુદેવ નામના બે પુત્રો હતા. બાળવયમાં મિત્રો સાથે રમતાં રમતાં તે બંને વનમાં જઈ ચઢયા. ત્યાં શ્રી મુનિસુંદર નામના આચાર્ય મહારાજને ધર્મોપદેશ આપતાં જોયા. તેઓ બંને ત્યાં જઈ બેઠા. વૈરાગ્યવાહિની દેશના સાંભળી બંને જણાએ દીક્ષા લીધી. લઘુબંધુ વસુદેવની પ્રજ્ઞા તીવ્ર હતી. તેમણે અલ્પ સમયમાં શામાં પારંગતતા પ્રાપ્ત કરી. તેમની શક્તિ જોઈ ગુરુમહારાજે તેમને આચાર્ય પદવી આપી.
શિષ્યો તેમની પાસેથી પાઠ લેતા અને શાસ્ત્રાધ્યયન કરતાં, એકદા વસુદેવ આચાર્ય રાત્રિના સંથારે કરી સૂતા હતા તેવામાં શિષ્ય પાઠ લેવા આવ્યા. એક શિષ્ય આવે, તે