SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તપોરત્ન રત્નાકર વિદ્યા ચારથી ચારાતી નથી, રાજાથી ડરણું કરાતી નથી, ભાઈ તેમાં ભાગ પડાવી શકતા નથી, તેના ભાર ઉપાડવા પડતા નથી વાપરવા છતાં હંમેશ વૃદ્ધિ જ પામે છે એટલે જ કહેવામાં આવ્યું છે કે-વિદ્યારૂપી ધનસ પ્રકારનાં ધનામાં શ્રેષ્ઠ છે. ૧૩૦ જ્ઞાન-વિરાધના કે જ્ઞાન—આશાતના કદી પણ ન કરવી. આજકાલ દેખાદેખીથી કે અજ્ઞાનને કારણે ઋતુવ’તી બહેના પુસ્તક વાંચે છે જે જ્ઞાનની આશાતનાના જ એક પ્રકાર છે. જ્ઞાની પુરુષોએ જ્ઞાનાશાતનાના કડવાં ફળ જણાવ્યાં છેઃविराधयन्ति ये ज्ञानं वचसापि हि दुर्धियः । मृकत्वमुख गित्व - दोषास्तेषामसंशयम् ॥ જે દૃષ્ટબુદ્ધિવાળાએ વચનવડે પણ જ્ઞાનની વિરાધના કરે છે તેઓને નિશ્ચયે મૂંગાપણું, મુખના ઉંગા વિગેરે વ્યાધિ થાય છે. જ્ઞાનની આરાધના કે વિરાધના કરવાથી કેવાં ફળો પ્રાપ્ત થાય છે તે પ્રચલિત વરદત્ત-ગુણમજરીની કથા દ્વારા જાણી શકાય છે. જેનુ સ ંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે વરદત્ત-ગુણમંજરીની કથા ભરતક્ષેત્રના પદ્મપુર નગરમાં અજિતસેન રાજવીને થશેામતી રાણીની કૂક્ષીથી વરદત્ત નામના પુત્ર જન્મ્યા હતા. સાત-આઠ વર્ષના થતાં તેને અધ્યાપકને સોંપ્યા પણ કઈ પણુ અક્ષર ચઢયો નહિ. અધ્યાપકે પાર વગરની
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy