________________
શિવકુમાર
૧૧૫
કટાળેલા વૈતાલે તે ત્રિડીને જ ઉપાડીને હામમાં ફેંકી દીધો, જેથી તેમાંથી સુવર્ણ પુરુષ ઉત્પન્ન થયા.
શિવકુમારને આવેા બનાવ જોઈ અતિ આશ્ચર્ય થયું. પેાતાના નવકાર–મંત્રના જાપનું જ આ પ્રત્યક્ષ પરિણામ તેણે નજરે નીહાળ્યુ તેણે નીચે ઉતરીને સુવર્ણ પુરુષને ભૂમિમાં ગુપ્તપણે દાટી રાખી, તેમાંથી થોડું થોડુ સુવર્ણ મેળવી અલ્પ સમયમાં જ મહાશ્રીમંત બની ગયા.
તેને ધર્મના પ્રભાવ બરાબર સમજાયા હતા એટલે તેણે પેાતાનુ દ્રવ્ય સન્માર્ગોમાં છૂટે હાથે વાયુ અને છેવટે નવકાર મ ંત્રનું પ્રતિદિન ભાવપૂર્વક આરાધન કરી સદ્ગતિ પ્રાપ્ત કરી.
૪૨. ચાદ પૂર્વ તપ.
[ “ચાઢ પૂના જાણકાર” એટલા માત્રથી આપણને ચૌદ પૂના પ્રમાણુનુ... વાસ્તવિક સ્વરૂપ સમજાશે નહિ, શ્રી ભદ્રબાહુસ્વામી (છઠ્ઠા પટ્ટધર) સુધી ચૌદ પૂર્વીનું જ્ઞાન ખરા બર જળવાતું આવ્યું. ત્યારબાદ શ્રી સ્થૂલિભદ્રસ્વામી દશ પૂર્વના જ્ઞાતા બન્યા અને શ્રી સંઘના આગ્રહથી મૂળ માત્ર ચાર પૂર્વ શ્રી ભદ્રબાહુસ્વામીએ તેઓશ્રીને શિખવ્યા. ત્યારબાદ કાળના પ્રભાવથી પૂર્વ સંબંધી જ્ઞાન ક્રમશઃ ઘટતુ ગયું અને છેલ્લે સ્મરણશક્તિમાં અતિ મંદતા આવવાથી શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે ઉપસ્થિત જ્ઞાનને ગ્રંથારૂઢ કર્યું, જે આપણા પર પરમેાપકારી ૠણ છે.