________________
તપોરત્ન રત્નાકર
પછી તે કમશ: એક પછી એક સર્વ વિપ્રકુમારે પરમાત્મા પાસે આવ્યા અને વીરભગવંતે તે સર્વના સંશય છેદી સ્વ-શિષ્ય બનાવ્યા. તેનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે
પ. સુધર્મા–“આ જીવ જે આ ભવમાં છે તે જ પરભવમાં થાય છે એવી તને આશંકા છે પણ તે ખોટી છે. જીવની પૃથક પૃથફ ગતિ કર્મને આધીન છે. અને તેથી જ પ્રાણીઓનું વિવિધપણું જણાય છે. તેમણે પાંચસે શિવે. સાથે સંયમ ગ્રહણ કર્યું.
૬. મંડિક-“તમને બંધ અને મોક્ષ વિષે સંશય છે આત્માને બંધ તેમજ મેક્ષ થાય છે તે પ્રસિદ્ધ હકીકત છે. મિથ્યાત્વાદિવડે કરેલ કર્મને સંબંધ તે બંધ કહેવાય. બંધને અંગે દેરી સાથે બંધાયેલ પ્રાણીની માફક, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ ચતુગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ હેતુઓથી જે કર્મને આત્યંતિક નાશ થાય તે મોક્ષ કહેવાય. જે કે જીવને કમને સંબંધ પરસ્પર અનાદિસિદ્ધ છે પરંતુ અગ્નિથી જેમ સુવર્ણ અને પાષાણ જુદા પડી જાય તેમ જ્ઞાનાદિકથી જીવ કર્મથી અલગ થઈ શકે છે. તેમણે સાડાત્રણ શિષ્યો સાથે દીક્ષા લીધી.
૭. મૌર્યપુત્ર-“દેવ વિષેને તમારે સંદેહ કાઢી નાખે. આ સમવસરણમાં બિરાજેલા ઇંદ્રાદિક દેવે પ્રત્યક્ષ જ છે. શેષ સમયમાં મનુષ્ય લેકની અસહ્ય દુર્ગધીથી તેઓ મનુષ્યલોકમાં આવતા નથી તેથી તેને અભાવ ન માન.” તેમણે પણ સાડાત્રણસે શિવે સાથે દીક્ષા સ્વીકારી.