________________
૫૭.
તરત્ન રનાકર मास६ यावत् उ४ आं । उ४ आं । उ४ आं । पूरणीया । वर्ष१ यावन् आचाम्लानि कर्तव्यानि ।
૨૦. સર્વ સંખ્યા શ્રી મહાવીર તપ
[ચાલુ અવસર્પિણી કાળના વીસ તીર્થકર ભગવતેમાં શ્રી વદ્ધમાનસ્વામીનું આયુષ્ય માત્ર ૭૨ વર્ષનું જ
* આયુષ્ય હતું. તેમાં પણ તેઓશ્રીના દીક્ષિત જીવનના તે ૪૨ વર્ષ જ હતા, ભગવંતે પોતાના શેષ રહેલા નિકાચિત કર્મોને ખપાવવા માટે છઘસ્થાવસ્થામાં ઉગ્ર-ઘેર તપશ્ચર્યા આદરી અને નીચે જણાવવામાં આવ્યા પ્રમાણે બાર વર્ષ અને સાડા છ માસ પર્યત વિવિધ તપશ્ચર્યાઓ કરી, પ્રાંત કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
ભગવંત મહાવીરે જે તપશ્ચરણ કરેલ છે, તેથી તે આશ્ચર્યમુગ્ધ બની જવાય છે. તપ–પદની પૂજામાં કહેવામાં આવ્યું છે કે
સાડાબાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હે.
[ભગવંત મહાવીરના અનુયાયી તરીકે આપણે પણ યથાશક્તિ તપારાધન કરવું જ જોઈએ.]
पारस चेव य वासा मासा छ च्चेव अद्धमासो अ । वीरवरस्स भगवओ एसो छउमत्थ परियाओ ॥१॥