________________
૧૮
તપેારત રત્નાકર
દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષગમન-એ પ્રકારે પાંચ કલ્યાણક છે, કલ્યાણકદિન એટલે ઉત્તમાત્તમ દિવસ. શ્રી તીર્થંકર ભગવતના કલ્યાણક પ્રસંગે નારકી જેવા દારુણ દુઃખી જીવને પણ ક્ષણિક સુખના અનુભવ થાય છે. કહ્યુ` છે કે “જેમના કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું ” ઘેાર તિમિરમાં સબડતા જીવને પ્રકાશની પ્રાપ્તિ એ ઓછી ઉપકારક હકીકત નથી. આપણા ભરતક્ષેત્રમાં ચાવીશ નીર્થંકર ભગવતના દરેકના પાંચ-પાંચ કલ્યાણકોની ગણત્રીએ એકસા વીશ કલ્યાણકો થાય છે. ]
•
यस्मिन् दिने तीर्थकरस्य गर्भावतारजन्मव्रत केवलानि । मोक्षो बभूवात्र दिने तपो यत्कल्याणकं तत्समुदाहरन्ति ॥ | १ ||
અ—જે દિવસે તીર્થંકરના ગર્ભાવતાર (ચ્યવન), જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મેાક્ષ થયે હાય, તે દિવસે જે તપ કરવા તે કલ્યાણકતપ કહેવાય છે. ૧ कल्याणक एकस्मिन्नेकाशनमेतयोर्द्वयोर्विरसम् । आचाम्लं त्रितयेऽपि हि चतुष्टयेऽप्यनशनं प्राहुः ||२|| અ -જે દિવસે એક કલ્યાણક હાય તે દિવસે એકાસણું કરવું, જે દિવસે બે કલ્યાણક હોય તે દિવસે નીવી કરવી, ત્રણ કલ્યાણક હાય તે દિવસે આંબીલ કરવું અને ચાર કલ્યાણકને દિવસે ઉપવાસ કરવા એમ કહ્યું છે. ર. ( પાંચ કલ્યાણકને દિવસે એકાસણાપૂર્વક ઉપવાસ કરવા. એટલું આચાર– ઉપદેશમાં અધિક કહ્યું છે.)