________________
( ૬૦ )
ઉપધાન વિધિ.
કલશ શ્રી વીર જિનેશ્વર ઉપધાન વિધિ ઈમ, ભવિક હિત હેતે કહે, મહાનિશીથ સિદ્ધાંત માંહે, સુલભ બધિ સહે, ' આરાધીએ ઉપધાન વહેતાં, ચારે ભેદે ધર્મ એ, દાન શીલ તપ ભાવ શુભ ગતિ, પામીએ શિવશર્મ એ. ૧ અઘટ ઘાટ શરીર હોય તે, ઘાટ માંહે આવે ઘણે, ખમાસમણ મુહપત્તિ કિરિયા, જાણે વિધિ શ્રાવક તણે ઉપધાનના ગુણ કહું કેતા, કહેતાં નવે પાર એ, હાય સફળ શ્રાવક તણી કિરિયા, ઉપધાને નિરધાર એ. ૨ તપગચ્છ નાયક સુમતિ દાયક, શ્રી વિજયપ્રભસૂરીશ એ, પુન્ય પ્રતાપે અધિક દિન દિન, જગત જાસ જગીશ એ, શ્રી કીર્તિવિજય ઉવજઝાય સેવક, વિનય ઈ પરે વિનવે, દેવાધિદેવા ધર્મ હવા, દેજો મુજને ભવભવે. . ૩
ઉપધાન વિધિ સમાસ