________________
શ્રી ઉપધાન તપનું સ્તવન.
(૫૯ )
માંહે મેવા મીઠાઈ ભરીએ, હીરાગલ કમખા ધરીએ; ચતુરાઈની ચાલ મ ચૂકે, માંહે રૂપાનાણું મૂકો. | ૨ ચાર પહોર દેવડાવે ભાસ, ગાય ગંધર્વ જિન ગુણ રાસ) સાહમિણીને ઘો તંબોળ, ઈમ રાતિજગે રંગરોળ. ૩. ઈણ પરે એ માળ જગાવે, નેજાં નિશાણ મંગાવો પંચ શબ્દ ઢેલ સરણાઈ, સાંબેલા સબલ સજાઈ. છે ક | કુંઅરી શિર ખુંપ ભરીને, ઈંદ્રાણી શણગારીજે; જિનશાસન સોહ ચડાવે, જગે બેલિબીજ ઈમ વા. પો ગયવર શિર ઠવીએ માળ, માર્ગે દીયે દાન રસાળ; ઈણ પરે સંઘ સાજન સાથે, માળ આણી દીએ ગુરૂહાથે. ૫ ૬ છે ગુરૂરાય હવે તિહાં વાસ, શ્રાવક મન અતિહિ ઉદલાસ જેહને માળા કંઠે ઠવીજે, મણિમય ભૂષણ તસ દીજે. . ૭ | અંગ પૂજા પ્રભાવના કીજે, વ્રતધારી પહેરામણ દીજે, પાઠાં પુસ્તક ને રૂમાલ, ગુરુભક્તિ કરે સુવિશાલ. | ૮ | હવે શક્રસ્તવ ઉપધાન, પાંત્રીસ દિવસ તસ માન ઉપવાસ સાડીઓગણીશ, વાયણા ત્રણ અતિહિ જગીશ. છે હવે અઠ્ઠાવશીયું જેહ, ઉપધાન લોગસ્સનું તેહ સાડાપન્નર ઉપવાસ, વાયણ ત્રણ લીલ વિલાસ. | ૧૦ | ઈણ પરે એ છ ઉપધાન, શ્રાવક શ્રાવિકા થાઓ સાવધાન વહી સફળ કરો અવતાર, સંસાર તણે લહે પાર. ૫ ૧૧ છે