________________
પીસ્તાલીશ આગમ આરાધવાની વિધિ.
ગુરુ પાસે પ્રવેશ તથા નકલવાની ક્રિયા દિવસ ૪૫ સુધી પ્રતિદિન કરવી. જ્ઞાન પૂજવું, ચૈત્યવંદન, કાઉસગ્ગ, ખમાસમણ, સાથીયા કરવા. પ્રતિદિન ૪૫ દિવસ સુધી એકાસણું કરવાં. પ્રતિદિવસ નાત્ર ભણાવીને તે તે આગમની ઢાળ બોલવી. તપ પૂર્ણ થયે ઉજમણું, વરઘેડે, પૂજા–પ્રભાવનાદિ કરવું. નંદિસૂત્ર તથા ભગવતીસૂવની પહેલે તથા છેલે દિવસે સોનામહેર અથવા રૂપાનાણે પૂજા કરવી. બીજાં આગમોની પૈસાથી તથા વાસક્ષેપથી પૂજા કરવી. તપ પૂરો થયે પીસ્તાલીશ પીસ્તાલીશ વસ્તુઓ જ્ઞાન પાસે ઢોકવી-મૂકવી. ગુપૂજન કરવું. પિસ્તાલીશ આગમની મોટી પૂજા ભણાવવી. શેષ વિધિ ગુરુ પાસેથી જાણ. ગુણણું વિગેરે નીચે પ્રમાણે–