________________
( ૧૮ )
પિષધ વિધિ
થકીને ખોળના સંવાદની ઈચ્છા કરનાર (મૂર્ખ) જે કહેવાય છે, માટે અતિચાર અને દે ટાળીને ઉપયોગથી આ સામાયિક અને પિસહવ્રત સેવવા ઉજમાળ રહેવું.
મહ જિણાની સઝાયને અર્થ. શ્રી જિનેશ્વરની આજ્ઞા માનવી, મિથ્યાત્વનો પરિહાર (ત્યાગ) કરે, સમતિ ધારણ કરવું, ષવિધ આવશ્યકને વિષે પ્રતિદિવસ (નિરંતર) ઉદ્યમવાળા થવું. ૧ - ચતુદશી, અષ્ટમી આદિ પર્વોના દિવસોને વિષે પિસહવત કરવું, સુપાત્રને દાન દેવું, શીળ પાળવું, તપ કરે, અનિત્યાદિ ભાવનાઓ ભાવવી, વાચના-પૃચ્છનાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો, નમસરકારનો પાઠ–જાપ કરવો, પરોપકાર કરે અને જયણાએ પ્રવર્તવું. ૨ ' - શ્રી જિનેશ્વર ભગવાનની ત્રિકાળ પૂજાભક્તિ કરવી, શ્રી જિનેશ્વરના ગુણની સ્તુતિ કરવી, ગુરુની સ્તુતિ કરવી, સાધમિક ભાઈઓની વત્સલતા-ભક્તિ કરવી, વ્યવહારની શુદ્ધિ, કરવી તથા રથયાત્રા અને તીર્થયાત્રા કરવી. ૩
ઉપશમ–એટલે ક્ષમા ધારણ કરવી, વિવેક ધારણ કરે, સંવર ભાવ રાખવો, ભાષાસમિતિ જાળવવી, પૃથ્વીકાય આદિ છ પ્રકારના છની ઉપર દયા રાખવી, ધાર્મિક જને સાથે સંસર્ગ રાખવે, રસનાદિ (જિહ્યાદિ) પાંચ ઇન્દ્રિયોને દમવી અને ચારિત્રના પરિણામ રાખવાં. ૪
ચતુર્વિધ શ્રીસંઘ ઉપર બહુમાન રાખવું, આગમ આદિનાં પુસ્તક લખાવવાં અને તીર્થ(જૈનશાસન)ની પ્રભાવના કરવી.