SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર : ૫૩ : ક્યાલય (૧૬) અનતકાય વનસ્પતિ બે પ્રકારની છે. પ્રત્યેક અને સાધારણ તેમાં એક શરીરને વિષે એક જીવ હોય તેને પ્રત્યેક કહેવામાં આવે છે અને એક શરીરમાં અનંત જ હોય તેને સાધારણ કહેવામાં આવે છે. શરીર શબ્દથી ફળ, ફૂલ, છાલ, કાક, મૂલ, પાંદડાં અને બીજ એ દરેક પૃથફ પૃથફ સમજવા. તાત્પર્ય કે તે દરેકનું એક સ્વતંત્ર શરીર ગણાય છે. પ્રત્યેક અને સાધારણ વનસ્પતિને ઓળખી કાઢવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ નીચેનાં લક્ષણે બતાવેલાં છે સ-સંધિ-વુિં, સમાની ર બિછું साहारणं सरीरं, तविवरिअं च पत्तेयं ॥ જેની નસે, સાંધા કે ગાંઠે સ્પષ્ટ ન હોય; જેને ભાંગવાથી સરખા ભાગે થતા હોય; જે તાંતણાથી રહિત હોય; જેને છેદીને વાવવામાં આવે તે પણ ફરી ઊગે, તેને સાધારણ શરીરવાળી વનસ્પતિ જાણવી અને બાકીની વનસ્પતિને પ્રત્યેક જાણવી. આ પ્રત્યેક અને સાધારણ વનસ્પતિઓ પૈકી સાધારણ વનસ્પતિને વ્યવહાર અનંતકાયનાં નામથી કરવામાં આવે છે, કારણ કે તેની એક કણીમાં પણ અનંત જ હોય છે. અનંતકાયમાં નીચેની ૩૨ વનસ્પતિઓની ગણના મુખ્ય છેઃ (૧) સુરણ. (૨) વજકંદ, (૩) લીલી હળદર,
SR No.022953
Book TitleBhakshyabhakshya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy