________________
અઢારસુ
: ૭ :
લાલક્ષ્મ
પરંતુ આજે તે ગમે તે કોટિના મનુષ્ય લખીખેાલીને પેાતાના વિચારાના પ્રચાર કરી શકે છે, પછી તે વિચારા ગમે તેવા સ્વચ્છંદી, હાનિકારક કે ભૂલભરેલા કાંન હાય ! એનું પરિણામ એ આવ્યું છે આવી રહ્યું છે કે જે આચારે અત્યંત ઉત્તમ હતા અને તેને લીધે ભારતીય સમાજ પેાતાનું ગૌરવ તથા પેાતાની પ્રતિષ્ઠા ટકાવી શક્યા હતા, તે આચારા પ્રત્યેની લેાકેાની શ્રદ્ધા ડગમગી ગઈ છે અને સ્વચ્છંદાચાર કૂદકે અને ભૂસકે આગળ વધવા લાગ્યા છે! આ અધઃપતન ક્યાં જઈને અટકશે ? તે કહેવું મુશ્કેલ છે, પણ સુજ્ઞ જના એટલુ અવશ્ય કરી શકે છે કે બેજવામદારીથી લખાતાં અને ખેલાતાં કાઈ પણ અભિપ્રાયાથી અંજાઈ ન જતાં, તે સબધી ઊંડાણથી વિચાર કરવા અને આપણા ત્યાગી—વિરાગી મહાત્માઓએ તથા ધર્મનિષ્ઠ વિદ્વાનાએ તે સંબધમાં શુ' કહેલું છે, તેની તટસ્થભાવે તુલના કરવી.
થાડા વખત પહેલાં ભારતીય સૌંસદમાં અનાજની તંગીના પ્રશ્ન ચર્ચાઇ રહ્યો હતા, ત્યારે એક માનનીય પ્રધાને કહ્યું કે ૮ આજે અનાજની ખૂબ જ તંગી પ્રવર્તે છે, માટે લેાકેાએ માછલાં ખાવાનું શરૂ કરવુ' જોઇએ.' આ શબ્દો તે જ માનનીય પ્રધાનદ્વારા ખેલાયા હતા કે જેઓ રાજનીતિમાં પણ અહિં સાની હિમાયત કરનારા હતા અને અહિંસક સમાજની રચના કરવાની ભાવનાવાળા સર્વોદયના સિદ્ધાંતને સ્વીકારનારા હતા. તેમના આ અભિપ્રાયથી કેટલા વનસ્પત્યાહારી કે શાકાહારી મનુષ્યાએ માછલાં ખાવાનું શરૂ કર્યું" તે સમાચારની પ્રસિદ્ધિના અભાવે જાણી શકાયું નથી, પણ સામાન્ય અક્કલના કોઈ મનુષ્ય