________________
બીજું :
: : : સફળતાની સીડી ફરકને ધંધેઃ સેરડી તથા લોટરી; એ બધાયે જુગારનાં જુદાં જુદાં સ્વરૂપ છે. અને કાયદેસર મંજૂર થયેલે સટ્ટો જુગાર ગણાતું નથી, પરંતુ તેનામાં જુગારનાં બધાં તો મોજૂદ છે.
આ જુગારના છંદે નળ જેવા પુણ્યશ્લોક રાજાની દુર્દશા કરી, પાંડવ જેવા પરાક્રમી પુરુષોને પૃથ્વી પર પરિભ્રમણ કરાવ્યું અને અનેક આબરૂદાર શ્રીમંતને હીરાની વીંટી ચૂસતા ક્ય, છતાંયે મુગ્ધ મનુષ્યને તેની મોહિની લાગે છે, એ શું ઓછું આશ્ચર્ય છે. ?
જુગારના નાદે કેટલાયે બુદ્ધિમાનને બરબાદ કર્યા, કેટલાયે હુન્નરબાને હડફેટે ચડાવ્યા અને કેટલાયે શાણું અને રાણા ગણાતા મનુષ્યનું સદંતર સત્યાનાશ વાળ્યું, છતાં મનુષ્ય કેમ સમજતા નહિ હોય ?
જુગારના છંદે ચડેલા મનુષ્ય આધ્યાત્મિક ઉન્નતિ કરી શકતા નથી, સામાજિક ઉત્કર્ષ પણ સાધી શકતા નથી અને પિતાને પ્રાપ્ત થયેલા અમૂલ્ય મનુષ્ય ભવની રેવડી દાણાદાણ કરે છે ! જ્યાં મન સદા વિહલ હોય, જ્યાં ચિત્ત સદા અસ્થિર હોય, જ્યાં હૃદયને કબજો ધનલાલસા, અભિમાન, ઈષ્ય અને મૂઢતા લઈ રહ્યાં હોય, ત્યાં કલ્યાણ કેવું? વિકાસ કે? સફલતા કેવી? માટે “જુગાર રમશે નહિ.”
(૨) ચેરી કરશે નહિ. ગજવાં કાપવાં, બનાવટે કરવી; માલમત્તા તફડાવવી; તાળાં તેડવાં, ખાતર પાડવાં; વાટ આંતરવી; ધાડ પાડવી; લૂંટ કરવી; એ બધાં ચેરીનાં સ્વરૂપ છે. અને દાણારી કરવી;