________________
૨૫
એકદા રાજસભામાં આવી પિતાના ખેાળામાં બેઠી છે. તેટલામાં ભરુચનગરીથી વહાણામાં કરીયાણા ભરીને રુષભદત્ત નામના વ્યવહારી વેપાર માટે તે જ સિંહલદ્વીપના શ્રીપુરનગરમાં આવ્યા અને ભેટણું લઈ મહારાજા ચંદ્રગુપ્તની સભામાં આવી ભેટ મુકી, પ્રણામ કરી મહારાજા તરફથી મળેલા સન્માનના સ્વીકાર કરવા પૂર્ણાંક રાજસભામાં બેઠા,
ઘેાડીજવારમાં શેડને ( રુષભદત્ત વ્યવહારીને ) છીંક આવી અને સર્વકાલીન અભ્યાસના વશથી શેઠના મુખથી ‘નમેા અરિ હતાણું’પદના ઉચ્ચાર થઈ ગયેા. જે પચપરમેષ્ઠિમહામ`ત્રના આદિવાક્યને, સાંભળવાની સાથેજ રાજકુમારીને મૂર્છા આવી ગઈ. કુમારીની આવી દશા થવાથી માતા પિતા વિગેરે સ્વજન પરિજન ઉદાસ થઈ ગયા. પ્રધાનમંડળ પણ કિંક મૂઢ બની ગયું. આમ એકાએક રાજકુમારીને શું થયું ? બધાની નજર ‘નમા અરિહંતાણં' ખેલનાર શ્રેષ્ઠી ઉપર પડી.
ઉપચારો ચાલુ હતા. ઘેાડીવારમાં મૂર્છા વળી જવાથી કુમારી સાવધ બનીને બેઠી થઈ. માતાપિતા કાંઈપણુ પુછવા જતાં હતાં તેટલામાં કુમારી ભરુચ નગરના શેઠને ઉદ્દેશીને પૂછવા લાગી. “મુનિમહારાજાએ શાતામાં છે? શ્રીજિનવરપ્રાસાદ સુશેભિત અવસ્થામાં છે?” માળાના પ્રશ્નો સાંભળી આશ્ચર્યમાં ગરકાવ અનેલેા રાજા દીકરીને પુછવા લાગ્યા, “દીકરી ! હજી તું માળા છે. આપણું રાજભવન, આપણુ નગર, આપણા દ્વીપ છેાડી તું અન્યત્ર તે પછી ભરુચ નગરમાં વસનારાઓની ચર્ચા તને કચાંથી જાણવા મળી ? તું જેના સમાચાર પૂછે છે તે તને કાં મળ્યા છે ? જે દેવમંદિરના સમાચાર પૂછે છે તે દેવમંદિર તેં કચારે જોયુ છે ? '' ઈત્યાદિ પિતાના પ્રશ્નોના જવાખમાં કુમારી
કાંય ગઈ નથી