________________
પદ૨
છતાં, પિતાની લાલસા બન્ધ કરી નહી, અને વર્ષો સુધી હજારે માણસેના પ્રાણોનાં બલિદાને અપાયાં.
તેથી કેટલીક સ્ત્રીઓ પતિ વિનાની થઈ, કેટલીક માતાએ પુત્ર વિનાની થઈ, કેટલાંક કુટુંબે માલિક વિનાનાં થયાં, કેટલાંય નાનાં બાળકે નિરાધાર થયાં, હજારો કુટુંબના આધાર તુટીગયા, આખું નગર અકાળ મરણના મહાભયમાં મુકાઈ જવાથી, લેકેની ચિત્ત પ્રસન્નતા હણાઈ જવાથી, ખેતી અને વેપાર વિગેરે બધા પ્રકારના ધંધારોજગાર પણ, ખૂબ જ છેવાઈ ગયા.
આસ્થિતિમાં એક દિવસ, બાર વ્રતધારી મહાશ્રાવક, જિનદાસ શેઠના નામની પત્રિકાનીકળી. શેઠજી જરાપણ ગભરાયા નહી. કારણ કે તેમના મનમન્દિરમાં શ્રીવીતરાગ દેવનાં વચને વસેલાં હોવાથી, જરાપણ અકળામણ લાવ્યા સીવાય, ઘણી જ બહાદુરી પૂર્વક, બીજોરું લેવા જવા તૈયારી કરી. જિનવચને શ્રવણે પડ્યાં, તેની ઓળખ એક | કદી ન આવે દીનતા, આવે કષ્ટ અનેક ઘા જિનશાસન પામ્યા તણી, ઓળખ એક સદાય | આપત્તિ-ભય-રોગમાં, અકળામણ નવ થાય .રા જિનશાસન ચિન્તામણિ, પામ્યા તે કહેવાય છે સુખ-દુઃખનાં કારણ બધાં, સમભાવે સેવાય રા. જિનશાસન ચિન્તામણિ પામ્યા એહ નિશાના દુખમાં રાંક બને નહી, સુખમાં નહી અભિમાન જ