________________
४८८
અત્યારે વિષયસેવનમાં બેભાન બની, પુણ્ય ખાઈ જઈએ તે ચારે ગતિમાં ભટકવાનું ચાલુ રહેવાનું, એટલે હવે તે ભગવાન મહાવીર દેવ જેવા, એક્ષપુરીના સાર્થવાહને છોડીને, હું ક્ષણવાર. પણ અળગો રહેવા ઈચ્છતો નથી.
બત્રીશ પત્નીઓએ પણ ઘણી દલીલો કરી, પરંતુ ધન્નાજીના ચિત્ત ઉપર કશી અસર થઈ નહિ. છેવટે માતા અને પત્નીઓની રજા મેળવી, મેટા આડંબર પૂર્વક, ભગવાન શ્રી મહાવીરદેવ. પાસે આવી, ધન્નાજીએ પ્રવ્રજ્યા પ્રદાનની પ્રાર્થના કરી. પ્રભુ મહાવીરદેવે, ધન્યકુમારમાં ચારિત્રપાલનની સંપૂર્ણ યોગ્યતા. જાણીને, દીક્ષા આપી. અને તે જ વખતે ધનાજીએ બે હાથ. જેડીને, ભગવાન મહાવીરદેવ પાસે પ્રાર્થના કરી કે, “હે પ્રભુજી! આજથી હું જીવું ત્યાં સુધી મારે છઠ્ઠના પારણે છઠ્ઠ કરવા અને માખીઓ પણ ન ઈચ્છે તેવા આહારથી. પારણું કરવું? પ્રભુ મહાવીરદેવે પણ ધન્નાજીની ગ્યતા. જાણું અભિગ્રહ આપે.
ત્યારબાદ ધનાજીના માતા, પત્નીઓ તથા જિતશત્રુ રાજા-- પ્રમુખ નગરવાસી મનુષ્ય, પ્રભુજીને વંદના કરીને પોતપોતાના. સ્થાને વિદાય થયા. પ્રભુજી પણ ધન્નાજી વિગેરે મુનિ પરિવાર : સાથે વિહાર કરીને, અનેક જીવને લાભ આપતા, પૃથ્વી ઉપર : વિચારવા લાગ્યા. ધનાજીએ પણ અભિગ્રહ મુજબ તપસ્યા અને. સંજયનું પાલન કરતાં, છ માસ આરાધના કરી, તેમાં તેમના ઉગ્ર. ત્યાગથી તેમના શરીરમાં લેહીનું એક બિંદુપણ પણ ન રહ્યું. તેઓ ચાલતા ત્યારે તેમનાં હાડકાંઓ ગાડાની પેઠે ખડખડતાં. હતાં, તેમની આંખે ઘણી ઊંડી જતી રહી હતી, તેમના શરીરમાં.