________________
૪૮૮
ત્યાગવાના હોય છે, સુકુમારતાને ત્યાગ કરી, સહનશીલતા વધારવાની હોય છે, બાવીશ પરિષહ આવે ત્યારે, ક્રોધ કે દીનતા લાવ્યા વિના તેને સહન કરવાના હેય છે, રાતદિવસ ઉભા પગે જ રહેવાનું હોય છે, બને તેટલા પ્રમાણમાં વધુ નિદ્રાને ત્યાગ કરવાનું હોય છે, વસ્તુમાત્ર ઉપર રાગ દ્વેષ ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખવી પડે છે, શત્રુ-મિત્ર ઉપર સમભાવ લાવ પડે છે, તીવ્ર સુધાના ઉદયમાં પણ, આહાર મળે તે ખુશી ન થવું, અને ન મળે તે દીનતા ન લાવવી, પણ સતત સાવધાન રહેવું પડે છે, ઉજજડ અને મશાન જેવી ભૂમિમાં જઈને ધ્યાન કરવાનું હોય છે, દીક્ષાના દિવસથી તે જીદગી પર્યત, સંસારનાં બધાં સગપણે રદ થઈ જાય છે, વસ્તુમાત્ર ઉપરની મમતા છોડવી પડે છે, માથાના વાળ પણ હાથવડે ખેંચીને કાઢી નાખવા પડે છે, સર્વકાલ મૌન, અકિંચનતા અને નિસ્પૃહભાવ ધારણ કરે પડે છે, અર્થાત્ વસ્તુમાત્ર પ્રત્યે સમભાવ કેળવવું પડે છે.
એ પ્રમાણે ભદ્રામાતાએ ધન્યકુમાને ચારિત્રની દુર્લભતા બતાવી. પરંતુ શૂરા આત્માઓને, તેની અવળી અસર થવાને બદલે, ઉલટો મક્કમતામાં વધારે થાય છે. તેવી રીતે ધન્નાજીએ માતાનાં આવાં વચન સાંભળી, વળતે જવાબ આપે કે, માતા ! આપનું વર્ણન તદ્દન સાચું છે. પરંતુ આ ચારિત્રનું કષ્ટ, નરક અને પશુગતિનાં દુખ પાસે તદ્દન નજીવું છે, સાવ થોડું છે. આપણા આ અજ્ઞાની આત્માએ અનંતીવાર સાતે નરકમાં જઈ, તે દુઃખ ભેગવ્યાં છે. તે પછી આત્માની મુક્તિ માટે જાણી જોઈને આ દુઃખ સહન કરવાં, તેમાં હરકત શું છે!