________________
૪૭૫
અ—કાઈ જીવ એકાગ્રચિત્તવાળા બનીને, એક દિવસ પણ ચારિત્ર પાલે, તે કદાચ જો મેાક્ષમાં ન જાય તેપણ દેવલેાક જરૂર જાય, પરંતુ માત્ર સાધુના વેશ પહેરે, અને સાધુપણું સમજવાની કે આચરવાની ઇચ્છા ન હેાય તે, તે નરકમાં પણ જાય, એમાં સાધુપણાના જરાય ગુન્હા નથી. સાધુવેશ તે માત્ર સાધુપણું સમજવા માટેનું ચિહ્ન જ છે. એના ખપી ન થાય તેવા જીવા, પશુતિ અને નરકતિમાં જાય, એમાં જરાપણ આશ્ચર્ય પામવા જેવું નથી, અહીં તેા સંજમ અંગીકાર કરીને, પ્રથમ દિવસથી તે છેલ્લા દિવસ સુધી, જેને આત્મા સ ́પૂર્ણ જાગૃત હાય, તે આત્માનું જ ક્લ્યાણ થાય છે. જો કયાંય ભૂલ્યા તા, કુગતિમાં પણ ચાલ્યા જાય. કહ્યું છે કે, “સજમ પાળ્યુ હા સહસ વરસ લગે, રારિષિકંડિક ચતુરનર; ઉતરાધ્યયને હા ભાગને ચાખતા, પામ્યા નરકની લીક, ચતુરનર ! ॥ ૧ ॥
અ—કંડરિક નામના રાજઋષિએ, એક હજારવષ ચારિત્ર પાળ્યું હતું, પરંતુ છેલ્લા ત્રણ જ દિવસ, ભાગની ઇચ્છા પૂર્ણ કરવા જતાં, મરીને સાતમી નરકે ગયાની કથા ઉત્તરાધ્યયનસૂત્રમાં બતાવી છે. તથા વલી,
“સાધુ ધણા તપી હતા, ધરતા મન વૈરાગ, શિષ્યના ક્રાધ થકી થયા, ચંડકાષિએ નાગ ાં ૧ ૫”
અથ—એક સાધુ ઘણેા જ તપસ્વી અને વૈરાગી હતા. પરંતુ પોતાના શિષ્યની ઉપર, અકારણ ક્રોધ કરવાથી મરીને, ચડાષિએ નાગ થયા હતા. કે જેને ભગવાન મહાવીરપ્રભુએ.