________________
૧૪૩
ભગવાન શ્રી પાર્શ્વકુમાર માતા-પિતા અને પત્ની પ્રભાવતી. દેવીના ઉપધથી આનંદમાં દિવસો વીતાવતા ૩૦ વર્ષ ગૃહસ્થદશામાં રહ્યા. દીક્ષા દિવસથી ૧ વર્ષ પહેલાં દરરોજ ૧ કેડ અને આઠ લાખ સેનામહેર દાનમાં આપતા. એમ એક વર્ષ સુધી. વાર્ષિકદાન આપ્યું. દીન, અનાથ, દુઃખપીડિત જીનાં દુઃખ મીટાવીને પોષ વદિ એકાદશીના દિને ત્રણસે રાજાઓ સાથે દીક્ષા. અંગીકાર કરી. અને તે જ ક્ષણે પ્રભુજીને ચેણું મન:પર્યવજ્ઞાન પ્રકટ થયું. દીક્ષા મહત્સવ ઉજવવા એકઠા થએલા દે, વિદ્યારે અને રાજા-મહારાજાઓ સૌ પોતપોતાના સ્થાને ગયા.
ચાર જ્ઞાનધારી પાર્શ્વનાથસ્વામી વિહાર કરી સન્નિવેશમાં ધન્યનામના ગૃહસ્થને ઘેર અઠ્ઠમ તપનું પરમાન વડે પારણું કર્યું છઠ્ઠઅઠ્ઠમાદિ ઉગ્રતપ કરતા, હંમેશાં કાઉસગ્ગ ધ્યાનમાં જ રહેતા, પૃથ્વીની માફક સર્વ સહન કરનારા, શરદ ઋતુના વાદળાંની પેઠે નિર્મલ સ્વભાવવાલા, આકાશની પેઠે કેઈનું આલંબન નહિ લેનારા, વાયુની પેઠે અપ્રતિબદ્ધ ગતિવાળા, અગ્નિની માફક તેજથી દેદીપ્યમાન ભાસનારા, સમુદ્રની માફક ગંભીર,. મેરુપર્વતની પેઠે અપ્રકંપ, ભારંડ પક્ષીની પેઠે અપ્રમત્ત, કમળના પાંદડાની પેઠે નિલેપ, પરિસહ અને ઉપસર્ગ સહન કરવામાં સિંહ સમાન, વિહાર કરતા કરતા ગામ-નગર–પુરાદિમાં યથાગ્ય વિચરતા, હંમેશાં મૌન અને ધ્યાનમાં રહેતા, છદ્મ
સ્થદશામાં ૭૪ દિવસ વીતાવીને એક દિવસ એક નગરની નજીકમાં કઈ તાપસના આશ્રમમાં આવી કાઉસગ્ગ ધ્યાને રહ્યા.
આ બાજુ કમઠતાપસને જીવ મેઘમાલદેવ ભગવાન શ્રીપાધનાથ સ્વામીના જીવ ઉપર પ્રત્યેક ભવમાં વિર રાખતા હતા. વળી છેલ્લા તાપસના ભવમાં બળતે નાગ નીકળવાના બનાવથી પોતાના.