________________
૧૪૨
નરકે ગયે, ત્યાંથી નીકળી આઠમા ભાવમાં સિંહ થઈ પાર્શ્વપ્રભુના જીવ સુવર્ણબાહુ રાજર્ષિને ઘાત કરી, પાપમય જીવન પૂર્ણ કરી, મરણ પામીને ચેથી નરકમાં નારકી થયે. ત્યાં અનેક પ્રકારના મહાદુઃખ જોગવીને, આયુ પૂર્ણ કરી, નરકમાંથી નીકળી, ઘણો સમય પશુના ભામાં ભટકી વારાણસી નગરીમાં એક તદ્દન ગરીબ બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયે. બાલ્યવયમાં જ માતા-પિતા મરણ પામ્યાં. છોકરાને નગરવાસી દયાલુ મનુષ્યએ પિષણ કરી મેટ કર્યો. અને દુઃખગર્ભિતવેરાગ્ય પામી તાપસી દીક્ષા લીધી. તપસ્યાની સાથે પંચાગ્નિ તપ સાધતે વારાણસી નગરીની બહાર ગંગાનદીના કીનારે આવીને ઉતરેલ છે. તે તાપસના દર્શનાર્થે નગર લોકે જઈ રહેલ હતાં.]
સેવકના મુખથી કમઠ તાપસના આગમનની વાત જાણું ભગવાન શ્રી પાર્શ્વકુમાર અશ્વ ઉપર બેસી કમઠ પાસે આવ્યા અને તેને જીવદયાને ઉપદેશ આપે. પરંતુ ઘમંડી તાપસને તે વાત ન રુચિ. કૃપાસમુદ્ર ભગવાને અગ્નિકુંડમાં બળતા સાપને અવધિજ્ઞાનથી જોઈ સેવક પાસે કાષ્ટ બહાર કઢાવ્યું. બહુ સાવચેતીથી કાષ્ટ ચીરાવીને વિહવલ દશામાં જીવતા નાગને બહાર કઢાવ્યા. શ્રીનમસ્કારમહામંત્ર સંભળાવ્યો. નમસ્કારમહામંત્રમાં એકાગ્ર થયેલો નાગ મરણ પામીને નાગરાજ ધરણેન્દ્ર થયો.
પિતાના અગ્નિકુંડમાં સળગતા કાષ્ટમાં બળતા નાગનું દશ્ય જોઈ, કમઠ ભેગી ઉપરથી શાન્ત રહેવા છતાં અંતરથી ભગવાન શ્રી પાશ્વકુમાર ઉપર ખૂબ જ ચીડાઈ ગયે. અને પાશ્વકુમાર ઉપર દ્વેષ ધરતે અધિકાધિક તપસ્યા કરી મરણ પામી જ્યોતિષીદેવ થયે.