________________
લાગે અને હાથને ખેંચવા લાગ્યું. તે છેવટ સુધી સમજ નહિ કે મારી મહામુઠ જ મને પકડી રાખે છે. છેવટે તે પણ ત્યાં જ રાડો પાડી મરણ પામે.
તેમ આપણે આ મૂખ આત્મા કેઈક વાર મનુષ્ય જન્મ પામવા છતાં, સુદેવ, સુગુરુ, સુધર્મના ક્ષેત્રમાં ઉત્પન્ન થવા છતાં વાનરની માફક પિતાની વિષયકષાયની મુઠ છોડતું નથી. સુદેવ, સુગુરુ, સુધર્મને ભજતે નથી, અને કુદેવ, કુગુરુ, કુધર્મને તજ નથી. એમ એ પોતાને મનુષ્ય જન્મ એળે ગાળી પાછે સંસાર અટવીને મુસાફર બની જાય છે.
જેમ એક કુવા ઉપર સિંહ ગયે. પાણીની આશાથી કુવામાં નજર નાંખી. તેમાં તેણે પોતાનું પ્રતિબિંબ જોયું. આ કેઈ બીજો સિંહ આવ્યો છે અને તે આ વનનો માલિક બની જશે. એમ વિચાર કરી સામા સિંહ ઉપર ગર્જના કરી એટલે સામેથી પણ પ્રતિધ્વનિત ગર્જના સંભળાઈ સિંહથી તે ન ખમાયું. કુવાન સિંહ ઉપર ફાળ મારી, અને પિતાના જ પ્રતિબિંબદ્વારા પોતાના પ્રાણ ખેયા.
તેમ આપણે આ બેભાન આત્મા પિતાની સમજણ બેઈ નાંખીને ઉદય આવેલાં પોતાનાં જ પાપેદય રુપ પ્રતિબિંબથી ઉત્પન્ન થયેલાં નિમિત્તે જોઈને દ્વેષ પામે છે. તે નિમિત્તોનો નાશ કરવા ઘણા કુતર્કો કરે છે. નિમિત્તોનો નાશ કરવા જતાં હજારે ગમે તેવાં નવાં પાપ સેવીને પોતે જ પાયમાલ થઈ જાય છે; પરંતુ કમના ઉદયથી દુઃખે આવ્યાં છે. દુષ્કર્મોને નાશ થવાથી જરૂર દુઃખને નાશ થઈ જશે. એમ પતે વિચારે કરતું નથી. દુખથી હંમેશ ગભરાવા છતાં દુઃખદાયક સંસારને
1