________________
૬૪
જે મનુષ્ય આકારમાં જીવે છે તે દર ક્ષણે મરણ પામી રહ્યો છે, કેમકે આકાર દર ક્ષણે બદલાયા કરે છે, માટેજ તે મરણાધીન છે. જે આત્મામાં જીવે છે તે અમર થાય છે, કેમકે તેજ ખરૂ' જીવન છે. ૨૬
આ જીવન જીવવા માટે હલકા સ્વભાવવાળી લાગણીએની ઉપેક્ષા કરા, તેને સાંભળવાની પણ ના પાડે, અને જ્યાં સુધી આત્મિક જીવન જીવતાં આવડે ત્યાં સુધી દર પળે આ પ્રમાણે જીવન ગાળવાના નિશ્ચય કરશ. આત્મિક જીવન સદા પ્રગટ થતું રહે તે માટે હલકા-માયિક તત્ત્વના ભાગ આપેા. આજ મુમુક્ષુઓનુ જીવન છે. ૨૭
સ્વાને સદા ભૂલી જાએ. સ્વાર્થ ત્યાગ એ તમારૂ સ્વાભાવિક જીવન થઇ રહે તેને માટે નાનામાં નાના સ્વાર્થ ત્યાગથી શરૂઆત કરી સવ સ્વ ત્યાગની છેલ્લી ટાચે પહે ચા. ૨૮
એક હાથમાં સંકલ્પ મળરૂપ હથાડા ચે અને ખીજા હાથમા વિચાર રૂપી ટાંકણું પકડી જીવનના કારીગર અનેા. ૨૯
પત્થરમાં રહેલી મૂર્ત્તિને કારીગર પોતાના હથોડા અને ટાંકણા વતી જે આડે વિઘ્નરૂપ છે તેને બહાર ફે'કી દઈ મૂર્તિને બહાર લાવે છે. તેમ જ્યાં સુધી તમારી અંદર રહેલ પ્રભુ ન દેખાય ત્યાં સુધી તેને આવરણ કરનારી શરીર તથા મનની લાગણીઓ રૂપ ધુડને બહાર કાઢી નાખેા. તેમ કરવાથી આ મનુષ્ય જીવનમાંથી ક્રિષ્ય પ્રભુ તેના સુદર સ્વરૂપમાં પ્રગટ થશે. ૩૦