________________
૩૫
મનના રેધવાથી અટકાવી શકાય છે. મનને પ્રસાર બંધ થતાં અનેક ભવનાં ઉપાર્જન કરેલાં પૂર્વના કર્મો ક્ષય પામે છે તથા આત્માનું શુદ્ધ સ્વરૂપ-કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આમ બે લાભ થાય છે. ૨૬
આ દ્રવ્યકર્મ તથા ભાવકને ક્ષય કરવાની ઈચ્છા હેય તેમણે સંકલ્પ વિકલ્પ વિનાનું મનને રાખવું. વિષયોથી વિમુખ-શાંત થયેલા મનમાં જેમ વાદળાં વિખરાઈ જતાં સૂર્ય પ્રગટ દેખાય છે તેમ આત્મા પ્રગટ થાય છે, આત્મા સંપૂર્ણ અને નિર્મળ કેવળ જ્ઞાનની મૂર્તિ છે તે રાગદ્વેષાદિ દેશે વિનાના મનમાં જ પ્રગટ ભાસે છે, ૨૭
મન, વચન, કાયાના વ્યાપારની –ક્રિયાની શૂન્યતા થવાથી આત્માના શુદ્ધ સદ્ભાવની શૂન્યતા થતી નથી. શુભાશુભ મન વચન શરીરની કિયાઓ સંક૯પ વિકલ્પરૂપ છે. તે વિભાવ રૂપ હોવાથી આત્માની આડે શુભાશુભ વાદળો ઉભા કરે છે. તે શુભાશુભ કિયા ન કરવાથી યોગી નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રવેશ કરી આત્માના સત્ય સુખને પામે છે. ૨૮
આ નિર્વિકલ્પ સ્થિતિમાં આત્મા અવિનાશી નિરૂપમ આનંદથી ભરપુર થઈ રહે છે. આ શુદ્ધ સ્વભાવ તેજ ચેતના, તેજ જ્ઞાન દર્શન અને ચારિત્ર છે, પરમાત્મા સંબંધી ચિંતા, તેના જ્ઞાનાદિ ગુણોનું ચિતન વિગેરે વિકલ્પ કરવા તે શુદ્ધ નિર્વિકલ્પ ધ્યાન નથી પણ તે ચિંતા અથવા ભાવના છે. ૨૯
પાણીના સંબંધથી મીઠું જેમ ઓગળી જાય છે,