________________
૩૦
દશ કન્યાઓની પ્રાપ્તિ માટે સદગુણને અભ્યાસ
ક્ષાંતિ કુમાર. ૧ ગુણધારણ–પ્રભુ ! આ કન્યાઓ મેળવવા મારે કયા કયા ગુણો મેળવવા ?
નિર્મળાચાર્ય-રાજન! તે બતાવું છું. ધ્યાન આપીને સાંભળશે. ક્ષાંતિ કન્યાની ઈચ્છાવાળાએ સર્વ જી ઉપર મિત્રતા રાખવી. ૧
બીજાએ કરેલે પરાભવ સહન કરે. ૨
તે પરાભવ સહન કરવા દ્વારા–નિમિત્તે સામને સુખ થયું-પ્રીતિ ઉત્પન્ન થઈ તેનું અનુદન કરવું. ૩
સામાને પ્રીતિ સંપાદન કરાવવા વડે પિતાને લાભ થાય છે એમ ચિંતવવું. ૪
અન્યને પરભવ કરવો તે દુર્ગતિનું કારણ છે, તેવા પિતાના અશુભ આત્મભાવની નિંદા કરવી.
સિદ્ધ પરમાત્મા–મુક્ત આત્મા, કેઈને ક્રોધના કારણ રૂપ થતા નથી. તેઓને ધન્ય છે ! એવી પ્રશંસા કરવી. ૬
તિરસ્કાર કરનારે, સામાને–પિતાને કર્મની નિર્જરા કરવામાં કારણ રૂપ છે એમ માનવું. ૭
- સંસારની અસારતા દર્શાવનારાને હિતસ્વી સમજી ગુરુ બુદ્ધિએ ગ્રહણ ફરવા. ૮ ,
અંતઃકરણને સર્વ પ્રકારે અડલ-અડગ કરવું. ૯