________________
૯૮
' ' પિતાએ પુત્રને સુધારવા માટે એમ ધર્મિષ્ટ જૈન મહાત્મા પુરૂષને પ્રાર્થના કરી કે મારા પુત્રને શીખામણ દઈને સુધારે તે ઠીક. તે માહાત્મા પાસે તેના પિતાએ ધનાનંદને મોકલ્યા. મહાત્માએ પાસે બેસાડી શિખામણ દેવા માંડી કે ભાઈ ! જીભથી બીજાના ગુણે બેલવા એ ઉત્તમ છે, પણ બીજાના દેશે બોલવાથી હૃદય મલિન થાય છે, ત્યારે ગુણો બેલવાથી હૃદય સાત્વિક બને છે. વચનશુદ્ધિ વિના હૃદયશુદ્ધિ થતી નથી, હદયશુદ્ધિ વિના ધર્મની પ્રાપ્તિ નથી થતી. બોલવામાં ઘણા દોષે છે. બને ત્યાં સુધી મૌન રહેવું અને જરૂર પડતાં બેલવું પડે તે મધુર, પ્રિય, સત્ય, કેઈને નુકશાન ન થાય તેમ બોલવું. કાર્ય સિવાય કાંઈ ન બોલવું તે શ્રેષ્ઠ છે. અધિક બોલવામાં કોઈ સાર નથી. હા. પરને ઉપકાર થાય તેમ હોય તો બોલવું સારું છે. આપણું વચનથી બીજાને ફાયદો ન થાય તો નુકશાન તે ન જ કરવું. અધિક બેલનારનું હૃદય કઠેર બને છે. નકામી વાત કરવામાં સ્વભાવિક જીવને રસ પડે છે, છતાં મૌન રહેવામાં કોઈ કષ્ટ પડતું નથી, તેથી મન પણ પ્રસન્ન રહે છે. ઘણું બેલવા માટે જીવને ઘણીવાર પશ્ચાત્તાપ થાય છે. ત્યારે ન બોલવા બદલ ભાગ્યે જ નુકશાન થાય છે. મૌન રહે વાથી નવા કલેશે ઉત્પન્ન થતા અટકે છે, એકાગ્રતા વધે છે તેથી ભજનમાં સ્થિરતા થાય છે.
જેમાં પિતાને કાંઈ પણ સ્વાર્થ નથી તેવી, નકામી બાબતમાં માથું મારવું કે બેલિવું એ ખરાબ છે. જેનાથી