________________
૮૪
નથી. આહારને સંયમ કરનારમાં મળતા અને નમ્રતા વધે છે. અધિક આહાર કરનારમાં પ્રમાદ વધે છે. ભૂખ્યો માણસ બીજાની મુશ્કેલી સમજી શકે છે, બીજા ઉપર દયાળુ બને છે, પણ અધિક ખાનાર ગરીબોને વિસરી જાય છે. આહારના સંયમથી મન વશ થાય છે. મને નિગ્રહ એ સર્વ ગુણોનું મૂળ છે. નિદ્રા ઓછી આવે છે તેથી પ્રભુસ્મરણ શાંતિથી થાય છે. પેટ ભરી ખાનાર મૃતકની માફક નિદ્રામાં ઘેરાય છે, અધિક નિદ્રાથી આયુષ્ય ઘટે છે, કામની પ્રબળતા વધે છે અને તેથી મન તથા શરીર અને મલિન થાય છે.? - ઓછું ખાનારનો સમય ઘણે બચે છે, વ્યવહારના વિક્ષેપ ઘટે છે, ખાવાને લાલચું જીવે તે માટે સામગ્રી મેળવવામાં આયુષ્યને કિંમતી ભાગ ગુમાવે છે. અધિક આહાર કરનારને ભજનમાં આનંદ મળતો નથી, સ્મૃતિ બહુ ઓછી થાય છે, આળસ વધે છે, દયા ઘટે છે. વિષયેની પ્રબળતા થાય છે, અને મળત્યાગાદિ અનેક વાર કરે પડતાં વિક્ષેપ વધે છે.
ઓછા આહારથી આરોગ્યતા વધે છે, વૈદ્ય આદિની જરૂર રહેતી નથી, પૈસાનો અને વખતને બચાવ થાય છે. જેમ જરૂરીયાત એછી તેમ પૈસા કમાવાની પ્રવૃત્તિ વધારે કરવી પડતી નથી, અધિક તૃષ્ણાથી મુક્ત થવાય છે. હૃદય ઉદાર બને છે, વધારે ખાનાર ઉદરંભરી સ્વાર્થિ હેય છે. આહાર એકદમ ઓછો ન કરી નાખે પણ ધીમે ધીમે ઓછો કરે, તેથી શરીર સુખી રહે છે અને કર્મ માર્ગમાં