________________
છ કાયના બોલ
૬૭ વિસામો. ૨, ગામ દૂર હોય, રસ્તામાં ધર્મશાળા કે યક્ષનું દેવળ આવે ત્યાં રાત રહે તે ત્રીજો વિસામો. ૩, પોતાને કે ધણીને ત્યાં ભાર મૂકે તે ચોથો વિસામો. ૪. હવે એ દષ્ટાંત શ્રાવકના ઉપર ઉતારે છે. તે જેમ ભાર લીધો તેમ શ્રાવકને બોજો તે અઢાર પાપ રૂપ. તેના ચાર વિસામા નીચે પ્રમાણે; શ્રાવક આઠમ, પાખી ઉપવાસ, એકાસણું કરે તે પાપ રૂપ બોજો, એક ખાંધેથી બીજે ખાંધ લેવા રૂપ તે પહેલો વિસામો. કેમકે ઉપવાસ કર્યો તે પોતાની જાતને માટે ખાવાનું બંધ કર્યું અથવા પાપ બંધ કર્યું. પણ બીજને માટે કરવું પડે છે, તેથી પહેલો વિસામો જાણવો, ૧. શ્રાવક એક સામાયિક, બે સામાયિક અથવા બે ઘડીનું ચાર ઘડીનું દેશાવગાસિક કરે તે બીજો વિસામો જાણવો. કેમકે એટલો વખત પાપમાંથી રોકાયો, ૨. શ્રાવક આઠમ પાખીના પૌષધ કરે તે રાત રહેવા રૂપ ત્રીજો વિસામો, ૩. શ્રાવક આલોયણા કરી સંથારો કરે ત્યારે સર્વ પાપથી નિવત્યો એ ભાર ઘેર મૂકવા રૂપ ચોથો વિસામો, ૪. શ્રાવકને ચાર પ્રકારનું ભોજન કર્યું છે તે જેમકે રાત્રીએ રાંધે અને દિવસે ખાય તે અશુદ્ધ. ૧. દિવસે રાંધે અને રાત્રીએ ખાય તે પણ અશુદ્ધ. ૨, રાત્રે રાંધે અને રાત્રે ખાય તે પણ અશુદ્ધ, ૩, દિવસે રાંધે અને દિવસે ખાય તે શુદ્ધ. ૪, વળી એ જ ચાર ભાંગા બીજી રીતે કહે છે; અંધારી જગ્યાએ રાંધે અને અજવાળે ખાય તે પણ અશુદ્ધ, ૧. અજવાળામાં રાંધે અને અંધારી જગ્યાએ ખાય તે અશુદ્ધ, ૨. અંધારી જગ્યાએ રાંધે અને અંધારી જગ્યાએ ખાય તે અશુદ્ધ, ૩. અજવાળી જગ્યાએ રાંધે અને અજવાળી જગ્યાએ ખાય તે શુદ્ધ, ૪. પૂર્વાષાઢા નક્ષત્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર, અનુરાધા નક્ષત્ર, એ ત્રણના ચાર ચાર તારા કહ્યા છે. ૫, પાંચમે બોલે સમકિતના લક્ષણ પાંચ શમ ૧, સંવેગ ૨, નિર્વેદ ૩, અનુકંપા ૪, આસ્થા ૫. પાંચ સમકિતનાં દૂષણ કહ્યા છે મિથ્યાત્વીએ બોલાવ્યા પહેલાં પોતે તેને બોલાવે તે