________________
૬૬
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
[ અથ શ્રી પચીસ બોલનો થોકડો
૧ પહેલે બોલે મહાવીર પ્રભુએ એકાકી દીક્ષા લીધી અને મોક્ષ પણ એકલા જ ગયા. ઊર્ધ્વલોકે સર્વાર્થ સિદ્ધ વિમાન એક લાખ જેજનનું છે, તીરછા લોકે જંબુદ્વીપ એક લાખ જોજનનો છે. અધો લોકે સાતમી નરકે અપઈઠાણ નરકાવાસો એક લાખ જોજનનો છે, ચિત્રા નક્ષત્ર, શાંતિ નક્ષત્ર, આર્કા નક્ષત્ર એ ત્રણ નક્ષત્રનો એકેકો તારો કહ્યો છે. ૨ બીજે બોલે ધર્મકરણી કરતી વખતે બે દિશા સન્મુખ બેસી કરવી તે પૂર્વે અને ઉત્તર. બે પ્રકારે ધર્મ કહ્યો છે; ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ. બે પ્રકારે જીવ કહ્યા છે, સિદ્ધના જીવ અને સંસારી જીવ. બે પ્રકારે દુઃખ કહ્યું છે, તે શારીરિક દુઃખ અને માનસિક દુઃખ. પૂર્વાફાલ્યુની નક્ષત્ર, ઉત્તરાફાલ્યુની નક્ષત્ર, પૂર્વા ભાદ્રપદ્ર અને ઉત્તરાભાદ્રપદ્ર એ ચાર નક્ષત્રના બબ્બે તારા કહ્યા છે. ૩ ત્રીજે બોલે શ્રાવક ત્રણ, મનોરથ ચિંતવે તે એવી રીતે કે હે ભગવાન ! હું આરંભ અને પરિગ્રહ કયારે છાંડીશ ? હે ભગવાન ! હું પંચમહાવ્રતધારી ક્યારે થઈશ ? હે ભગવાન ! હું આલોયણા કરી સંથારો કયારે કરીશ ? તે વખતને ધન્ય છે. ત્રણ પ્રકારના જિન કલ્યા; ૧ અવધિજ્ઞાની જિન, ૨. મન:પર્યવજ્ઞાની જિન. ૩ કેવળજ્ઞાની જિન, ત્રણ પ્રકારના પાત્ર સાધુને ખપે તે ૧. માટીનું, ૨. તુંબડાનું, ૩. કાષ્ઠનું, સાત નક્ષત્રના ત્રણ ત્રણ તારા કહ્યા છે. અભિચ, શ્રવણ, અશ્વિની, ભરણી, મૃગશર, પુષ્ય, જયેષ્ઠા એ સાત નક્ષત્ર. ૪ ચોથે બોલે શ્રાવકને ચાર વિસામા કહ્યા છે. ભાર વહેનારને દાંતે. એવી રીતે કે ભાર એક ખભેથી બીજે ખભે લે તે એક વિસામો. ૧, કોઈ જગ્યાએ ઓટલો કે ચોતરે બોજો મૂકીને લઘુનીત કરવા જાય કે વડીનીત કરવા જાય તે બીજો