________________
૬૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૬ તોષિયા ૭ અવ્યાબાધા. ૮ અગીચ્ચા ૯ રિકા એ નવ લોકાંતિક દેવતા જ્યારે તીર્થંકર દેવ દીક્ષા લેનાર હોય, ત્યારે (તેઓ લોક (ત્રસનાળ)નાં કિનારા (અંત) પર રહેતાં હોવાથી લોકાંતિક કહેવાય છે.) આવીને એમ કહે, અહો ! ત્રિલોકનાથ ! તીર્થમાર્ગ પ્રવર્તાવો, મોક્ષ માર્ગ ચાલતો કરો એવી રીતે કહેવાનો નવ લોકાંતિકનો જીત પરંપરા વ્યવહાર છે. તેની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ આઠ સાગરની છે. તેઓ સમકિતી હોય છે.
ચોથે નવ રૈવેયક (ગાથા) ભદ્દે, સુભદે, સુજાએ, સુમાણસે, પીયદેસરે; સુદંસણ, આમોહે, સુપડિબધ્ધ, જસો ધરે,
અર્થ-બારમા દેવલોક ઉપર અસંખ્યાતા જોજનની ક્રોડાકોડી પ્રમાણે ઉંચે ચડીએ ત્યારે નવ રૈવેયકની પહેલી ત્રીક આવે. તે ગાગર બેડાંના આકારે છે. તેનાં નામ. ૧ ભદે, ૨ સુભદ્દે ૩ સુજાએ એ પહેલી ત્રીકે ૧૧૧ વિમાન છે, ૧. તે ઉપર અસંખ્યાતા જોજનની ક્રોડાકોડી પ્રમાણે ઉંચે જઈએ ત્યારે બીજી ત્રીક આવે, તે ગાગર બેડાંને આકારે છે, તેનાં નામ ૪ સુમાણસે, ૫ પ્રિયદંસણે, ૬ સુદંસણે, એ બીજી ત્રીકે ૧૦૭ વિમાન છે. ૨. તે ઉપર અસંખ્યાતા જોજનની ક્રોડાકોડી પ્રમાણે ઉંચે જઈએ ત્યારે ત્રીજી ત્રીક આવે; તે ગાગર બેડાંને આકારે છે; તેનાં નામ ૭ આમોહે, ૮ સુપડિબળે, ૯ જશોધરે ત્રીજી ત્રીકે ૧૦૦ વિમાન
*
પાંચમે પાંચ અનુત્તર વિમાન નવમી રૈવેયક ઉપર અસંખ્યાતા જોજનની ક્રોડાકોડી પ્રમાણે ઉંચે જઈએ. ત્યારે પાંચ અનુત્તર વિમાન આવે. તેનાં નામ, ૧ વિજય, ૨ વિયંત, ૩ યંત, ૪ અપરાજીત, ૫ સર્વાર્થસિદ્ધ, એ સર્વ થઈને ૮૪,૯૭,૦૨૩ વિમાન થયાં. દેવની સ્થિતિ જઘન્ય