________________
છ કાયના બોલ
૬૧
આકારે છે. ત્રીજામાં બાર લાખ અને ચોથામાં આઠ લાખ વિમાન છે. તે ઉપરાંત અસંખ્યાતા જોજનના ક્રોડા ક્રોડી પ્રમાણે ઉંચે જઈએ ત્યારે પાંચમું બ્રહ્મ દેવલોક આવે, તે પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં ચાર લાખ વિમાન છે. તે ઉપરાંત અસંખ્યાતા જોજનની ક્રોડાક્રોડી પ્રમાણે ઉંચે જઈએ, ત્યારે છઠું લાંતક દેવલોક આવે, તે પૂર્ણ ચંદ્રમાને આકારે છે. તેમાં ૫૦ હજાર વિમાન છે. તે ઉપરાંત અસંખ્યાત જોજનની ક્રોડાક્રોડી પ્રમાણે ઉંચે જઈએ, ત્યારે સાતમું મહાશુક્ર દેવલોક આવે, તે પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં ૪૦ હજાર વિમાન છે. તે ઉપરાંત અસંખ્યાત જોજનની ક્રોડાક્રોડી પ્રમાણે ઉંચે જઈએ ત્યારે, આઠમું સહસ્ત્રા દેવલોક આવે, તે પૂર્ણ ચંદ્રમાને આકારે છે. તેમાં છ હજાર વિમાન છે. તે ઉપર અસંખ્યાતા જોજનની ક્રોડાક્રોડી પ્રમાણે ઉંચે જઈએ, ત્યારે નવમું આણત, ને દશમું પ્રાણત એ બે દેવલોક આવે, તે લગડાને આકારે છે, કે અર્ધ ચંદ્રમાને આકારે છે. બન્ને મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે. બન્નેમાં મળી ૪૦૦ વિમાન છે. તે ઉપર અસંખ્યાતા જોજનની ક્રોડાક્રોડી પ્રમાણે ઉંચે જઈએ, ત્યારે અગિયારમું આરણ અને બારમું અચ્યુત એ બન્ને દેવલોક આવે. તે લગડાને આકારે છે. અકેકું અર્ધ ચંદ્રમાને આકારે છે. બન્ને મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે, બન્નેમાં મળી ૩૦૦ વિમાન છે, એવું બાર દેવલોકના સર્વ થઈને ૮૪,૯૬,૭૦૦ વિમાન છે.
ત્રીજે નવ લોકાંતિક
પાંચમા દેવલોકનાં ત્રીજા અરિષ્ટ નામે પ્રતરની પાસે દક્ષિણ દિશામાં પૃથ્વી પરિણામરૂપ કાળા રંગની અખાડાને આકારે નવ કૃષ્ણરાજિ છે. તેમાં ૪ દિશાએ ૪, ૪ વિદિશાએ ૪ અને એક મધ્યમાં એમ નવ વિમાન છે તેમા નવ લોકાંતિક દેવ રહે છે. તેના નામ -
૧ સારસ્વત ૨ આદિત્ય, ૩ વન્તિ, ૪ વરૂણ, ૫ ગર્દતોયા,