________________
ચૌભંગી..
૬૪૧
ન કરે, લ... કરેલ સાધુ (અથવા દરિદ્રી).
૪૩. ચાર પછેડી સાધ્વીને રાખવી તે-૧. એક, બે હાથ પનાની સ્થાનકમાં ઓઢે. ૨ બીજી, બે હાથ પનાની ઠંડીલ જતાં ઓઢે. ૩. ત્રીજી, ત્રણ હાથ પનાની ગૌચરી જતાં ઓઢે. ૪. ચોથી, ચાર હાથ પનાની સમોસરણમાં જતી વખતે ઓઢે.
૪૪. ચાર પ્રકારના પુરૂષ - ૧. એક પુરૂષ સાધુ વેષ મૂકે પણ જિનાજ્ઞારૂપ ધર્મ ન મૂકે, કોઈક કારણ વિશેષ. ૨. એક . પુરૂષ સાધુ વેષ ન મૂકે પણ જિનાજ્ઞારૂપ ધર્મ મૂકે, જમાલીની પેરે. ૩. એક પુરુષ વેષ તથા ધર્મ, બંને ન મૂકે, ભલા સાધુની પેરે. ૪. એક પુરુષ સાધુ વેષ મૂકે અને ધર્મ પણ મૂકે, તે કુંડરિકની પેરે.
૪૫. ચાર પ્રકારે આહાર પરઠવવો - ૧. દ્રવ્યથકી, આધાકર્માદિક. ૨. ક્ષેત્રથકી, બે ગાઉ ઉપરાંતનો. ૩. કાળથકી ચોથા પહોરનો. ૪. ભાવથકી, અપથ્યકારી કડવા તુંબાની પેરે.'
૪૬. ચાર પ્રકારે આહાર પરઠવવો
૧. પરઠવતી વખતે, કોઈ મનુષ્ય દૂરથી આવે છે અને દેખે છે તે અશુદ્ધ ૨. કોઈ દૂરથી આવે છે પણ દેખતો નથી તે પણ અશુદ્ધ ૩. કોઈ આવતું નથી પણ દેખે છે તે પણ અશુદ્ધ ૪. કોઈ આવતું પણ નથી અને દેખતું પણ નથી. તે શુદ્ધ ભાંગે પરઠવવું.
૪૭. ચાર પ્રકારે અંતક્રિયા - (છેવટની). કહી તે - ૧. ભરત મહારાજે અંતક્રિયા કરી. ૨. મરુદેવી માતા. ' ૩. ગજસુકુમાર ૪. સનતકુમાર ચક્રવર્તી એ ચાર અંતક્રિયા કરી મોક્ષે ગયા.
૪૮. ચાર પ્રકારની સ્ત્રીઓ કહી, તે કહે છે - ૧. એક સ્ત્રી,