________________
કર્મ પ્રવૃતિઓની સ્થિતિ તથા આબાધકાળ
૬૨૭ સમુ. જીવ મિથ્યાત્વ મોહનીય જ. ૧ સાગરમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી, ઉ. ૭૦ ક્રોડા ક્રોડી સાગરની અબાધાકાળ ૭૦૦૦ વર્ષનો છે. એકેન્દ્રિય ઉત્. ૧ સાગરની, બેઈ. ૨૫ સાગરની, તેઈ. ૫૦ સાગરની, ચૌરે. ૧૦૦ સાગરની, અ.પંચે. ૧૦૦૦ સાગરની બાંધે છે. જઘન્ય બધા પોતપોતાની ઉત્. સ્થિતિમાં પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી બાંધે છે. સંજ્ઞી પંચે. જ. અંતઃ ક્રોડાકોડી સાગરની, ઉત્. ૭૦ ક્રોડા ક્રોડી સાગરની, અબાધાકાળ ૭૦૦૦ વર્ષનો છે. મિશ્ર મોહનીય અને સમકિત મોહનીયનો બંધ નથી થતો. મિશ્ર મોહનીયની જ. ઉત્. અંતર્મુહુર્તની, સમક્તિ મોહનીયની જ. અંતર્મુહર્ત ઉત્. ૬૬ સાગરથી કંઈક અધિક છે.
(૫૦-૫૩) આયુષ્ય કર્મની ૪ પ્રકૃતિ છે. નારકી નરક અને દેવતાનું આયુષ્ય નથી બાંધતા, મનુષ્ય અને તિર્યંચનું આયુ બાંધે છે. નારકી મનુષ્યનું આયુ બાંધે તો જશે. પ્રત્યેક માસને છ માસ અધિક, ઉ. ૧ ક્રોડ પૂર્વને ૬ માસ અધિક બાંધે છે. તિર્યંચનું આયુ બાંધે તો જ. છ માસ અંતર્મુહુર્ત અધિક, ઉ. ૧ ક્રોડ પૂર્વ છ માસ અધિકનું. એ જ પ્રમાણે દેવતાનું સમજવું. તિર્યંચ નરકનું આયુ બાંધે તો જ. ૧૦ હજાર વર્ષ અંતર્મુહુર્ત અધિક, ઉ. ૩૩ સાગરને ક્રોડ પૂર્વનો ત્રીજો ભાગ અધિકનું બાંધે છે. તિર્યંચ આયુ કે મનુષ્ય આયુ બાંધે તો જા. અંતર્મુહુર્તની, ઉ. ૩પલ્યને ક્રોડ પૂર્વના ત્રીજા ભાગ અધિકનું બાંધે છે. તિર્યંચ દેવ આયુ બાંધે તો જા. ૧૦ હજાર વર્ષને અંતર્મુહર્ત અધિક ઉતુ. ૧૮ સાગરને ક્રોડ પૂર્વનાં ત્રીજા ભાગ અધિકનું બાંધે છે. મનુષ્ય નરકાયુ કે દેવાયું બાંધે તો જ. ૧૦ હજાર વર્ષને પ્રત્યેક માસ અધિક, ઉત. ૩૩ સાગરને ક્રોડ પૂર્વના ત્રીજા ભાગ અધિકનું બાંધે છે. મનુષ્ય મનુષ્ય આયુ કે તિર્યંચ આયુ બાંધે તો જ. અંતર્મુહર્ત ઉત્. ૩ પલ્યને ક્રોડ પૂર્વનો ત્રીજો ભાગ અધિકનું બાંધે છે.
(૫૪-૧૪૮) - નામ કર્મની ૯૩ અને ગોત્ર કર્મની ૨ પ્રકૃતિઓનો બંધ-નરક ગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિય શરીર, વૈક્રિય