________________
૬૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
(૧૦૧) કર્મ પ્રકૃતિઓની સ્થિતિ તથા આબાધાકાળનો
થોકડો
(પન્ન. પદ-૨૩, ઉ. ૨)
(૧-૨૦) સમુચ્ચય જીવ ૫ જ્ઞાનાવરણીય, ૪ દર્શનાવરણીય અને ૫ અંતરાય એ ૧૪ પ્રકૃતિઓ જઘન્ય અંતર્મુહૂર્ત તથા પાંચ નિદ્રા અને અશાતા વેદનીય એ છ પ્રકૃતિઓ જઘન્ય (જ.) એક સાગરનાં ૩/૭ ભાગમાં પથ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણી તથા એ ૨૦ પ્રકૃતિઓ ઉત્કૃષ્ટ (ઉત્.) ૩૦ ક્રોડાક્રોડી સાગરની બાંધે છે. આબાધાકાળ (આ.) ૩ હજાર વર્ષનો. એકેન્દ્રિયથી અસંશી પંચેન્દ્રિય સુધીની પ્રકૃતિઓ જ. પોતપોતાની ઉત્. સ્થિતિથી પલ્યનાં અસંખ્યાતમા ભાગ ઉણીની બાંધે છે. ઉત્. સ્થિતિ એકેન્દ્રિય ૩/૭ સાગરની, બેઈન્દ્રિય (બેઈ.) ૨૫ સાગરનાં ૩/૭ ભાગની, તેઈન્દ્રિય (તઈ.) ૫૦ સાગરના ૩/૭ ભાગ, ચૌરેન્દ્રિય (ચૌરે.) ૧૦૦ સાગરનાં ૩/૭ ભાગની, અસંશી પંચેન્દ્રિય (અ.પંચે.) ૧૦૦૦ સાગરનાં ૩/૭ ભાગની બાંધે છે. સંશી પંચેન્દ્રિય (સં.પંચે.) ૧૪ પ્રકૃતિઓ જઘન્ય (જ.) અંતર્મુહૂર્ત અને ૬ પ્રકૃતિ અંતઃ ક્રોડાક્રોડી સાગર (અં.ક્રોક્રો.સા. એક સાગરમાં કંઈક ઉણી) અને ઉત્. ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની અને અબાધાકાળ ૩ હજાર વર્ષનો છે.*
-
* જે કર્મની જેટલા ક્રોડા ક્રોડી સાગરોપમની સ્થિતિ હોય છે તે કર્મનો તેટલાં જ ૧૦૦ વર્ષનો અબાધાકાળ હોય છે. જે કર્મની સ્થિતિ ક્રોડા ક્રોડી સાગરોપમની અંદર છે તેનો અબાધાકાળ અંતર્મુહુર્ત હોય છે. આયુષ્ય કર્મનો અબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વનો ત્રીજો ભાગ છે. (પન્નવણા સૂત્ર ટીકા-૪૭૮, ૪૭૯)