________________
દ૨૦
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ રહે એ રીતે વાયુના આધારથી પાણી (ઘનોદધિ) અને પાણીના આધારે પૃથ્વી રહી છે. યાવતુ જીવ કર્મોનો સંગ્રહ કરે છે. એમ સમજવું.
પ્ર0 - હે ભગવાન્ ! સૂક્ષ્મ અપકાય હમેશાં વરસે છે?
ઉ0 - હા. ગૌતમ, સૂક્ષ્મ અપકાય ઊંચી, નીચી, તિર્થી દિશામાં હમેશાં વરસે છે, પણ સ્થળ અપકાયની જેમ દીર્ધકાળ ટતી નથી, દિવસે સૂર્યના તાપમાં જલ્દી નાશ પામે છે રાત્રિના વખતે કંઈક ટકે છે. માટે સાધુ - સાધ્વી કે વ્રતધારી શ્રાવકો ખુલ્લી જગાએ રાત્રે રહેતા નથી. કારણવશ જવું પડે તો માથે ઓઢીને ચાલે છે.
ઇતિ રોહા મુનિના પ્રશ્નોત્તર સંપૂર્ણ
(૧૦૦) દશ પદ્માણ.
-ઠાણાંગ - ૧૦ ૧ નમોક્કાર સહિ. (નવકારશી, દિવસ ચઢયા પછી બે ઘડી સુધીનું)
સૂરે ઉગ્ગએ, નમોકારસહિં પચ્ચમિ ચઉવિલંપિ આહાર, અસણં, પાછું, ખાઈમં, સાઇમં, અન્નત્થાણાભોગેણે સહસાગારેણં, વોસિરામિ. ૧
અર્થ - સૂર્ય ઉગ્યાથી, નવકાર ગણીને પાળતાં સુધી પચ્ચખાણ કરું છું. ચાર પ્રકારના આહાર એટલે અન્ન, પાણી, મેવા, મિઠાઈ, મુખવાસ તેમાં અન્ય આગાર, ઇચ્છાવિના મોઢામાં પડવાથી, અચાનક પડવાથી (એવા આગાર રાખીને ચારે આહારને) વસરાવું - તજું છું. ૧
(૨) પોરસિય (પહોર દિવસ ચઢયા સુધીનું) સૂરે ઉગ્ગએ, પોરસિયં પચ્ચામિ, ચઉવિલંપિ આહાર,