________________
અજીવ પરિણામ પદ
Foe
(૯૭) અજીવ પરિણામ.
શ્રી પન્નાવણા સૂત્રના ૧૩ મા પદનો અધિકાર.
અજીવ = પુદ્ગલનો સ્વભાવ પણ પરિણમનનો છે. તેના પરિણામના ૧૦ ભેદ છે (૧) બંધન પરિણામ, (૨) ગતિ, (૩) સંસ્થાન, (૪) ભેદ, (૫) વર્ણ, (૬) ગંધ, (૭) રસ, (૮) સ્પર્શ, (૯) અગુરૂલઘુ અને (૧૦) શબ્દ પરિણામ.
પણ
૧. બંધન પરિણામ - સ્નિગ્ધ (ચીકણા) સ્નિગ્ધનું બંધન ન થાય (જેમ ઘીથી ઘી ન બંધાય) તેમ રૂક્ષ (રૂખા) રૂક્ષનું બંધન ન થાય ( જેમ રાખથી રાખ કે રેતીથી રેતી ન બંધાય). સ્નિગ્ધ અને રૂક્ષ, બે મળવાથી બંધ થાય છે. પણ અડધો અડધ (સમ પ્રમાણમાં) હોય તો બંધ ન થાય. વિષમ (ન્યૂનાધિક) પ્રમાણમાં હોય તો બંધ થાય; તેમજ સ્નિગ્ધ સાથે બંધ થવા માટે બંન્નેના પરમાણુ વચ્ચે બે પ્રદેશનું અંતર હોવું જોઈએ. જેમ કે ૨ ગુણ સ્નિગ્ધ-૪ ગુણ સ્નિગ્ધ, ૩ ગુણ રૂક્ષ- ૫ ગુણ રૂક્ષ.
૨. ગતિ - પુદ્ગલોની ગતિ બે પ્રકારની છે. (૧) સ્પર્શ કરતાં ચાલે (જેમ પાણીનો રેલો) અને (૨) સ્પર્શ કર્યા વિના ચાલે (જેમ આકાશમાં પક્ષી).
૩. સંસ્થાન - (આકાર) ઓછામાં ઓછા બે પ્રદેશી જાવ અનંતા પરમાણુના સ્કંધને કોઈને કોઈ સંસ્થાન હોય છે. તેના ૫ ભેદ ૦ પરિમંડલ, ૦ વટ્ટ, ત્રિકોણ\, ચોરસ, 1 આયતન.
૪. ભેદ - પુદ્ગલ ૫ પ્રકારે ભેદાય છે. (૧) ખંડાભેદ (લાકડા પત્થર આદિના કટકા જેમ), (૨) પરતર ભેદ (અબરખ જેમ પડ), (૩) ચૂર્ણ ભેદ (ધાન્યના લોટ જેમ), (૪) ઉકલિયા ભેદ (કઠોળની સીંગ સુકાઈને ફાટે તેમ), (૫) અગુતડીયા (તળાવના તડીયા જેમ).
૫. વર્ણ - મૂળ રંગ પાંચ છે; કાળો, નીલો, લાલ,
-૩૯
-