________________
ચરમ પદ
SO3
(િ૪) ચરમ પદ શ્રી પન્નવણા સૂત્રના દશમા પદનો અધિકાર.
ચરમની અપેક્ષા અચરમ છે અને અચરમની અપેક્ષા ચરમ છે. આમાં ઓછામાં ઓછા બે પદાર્થ હોવા જોઈએ. નીચે રત્નપ્રભાદિ એકેક પદાર્થનો પ્રશ્ન છે. ઉત્તરમાં અપેક્ષાથી નાસ્તિ છે. બીજી અપેક્ષાથી અસ્તિ છે. એનેજ સ્યાદ્વાદ ધર્મ કહે છે.
પૃથ્વી ૮ પ્રકારની છે. ૭ નારકી અને ઈશીપ્રભારા (સિદ્ધશિલા).
પ્રશ્ન-રત્નપ્રભા શું (૧) ચરમ છે ? (૨) અચરમ છે ? (૩) ઘણા ચરમ છે ? (૪) ઘણા અચરમ છે ? (૫) ચરમ પ્રદેશ છે? (૬) અચરમ પ્રદેશ છે?
ઉત્તર - રત્નપ્રભા પૃથ્વી દ્રવ્યાપેક્ષા એક છે. માટે ચરમાદિ ૬ બોલ ન હોય. બીજી અપેક્ષા રત્નપ્રભાના મધ્ય ભાગ અને અંતભાગ એવા બે ભાગ કરીને જવાબ અપાય તો ચરમ પદનું અસ્તિત્વ છે. જેમ કે રત્નપ્રભા પૃથ્વી દ્રવ્યાપેલા (૧) ચરમ છે. કેમકે, મધ્ય ભાગની અપેક્ષા બહારનો (અંત) ભાગ ચરમ છે. (૨) અચરમ છે. કેમકે, અંત ભાગની અપેક્ષા મધ્ય ભાગ અચરમ છે ક્ષેત્રાપેક્ષા (૩) ચરમ પ્રદેશ છે. કેમકે મધ્ય પ્રદેશાપેક્ષા અંત પ્રદેશ ચરમ છે. અને (૪) અચરમ પ્રદેશ છે. કેમકે, અંત પ્રદેશાપેક્ષા મધ્યના પ્રદેશ અચરમ છે.
રત્નપ્રભાની જેમ જ નીચેના ૩૬ બોલને ચાર ચાર બોલ લગાડી શકાય. ૭ નારકી, ૧૨ દેવલોક ૯ નૈવેયક, ૫ અનુત્તર વિમાન, ૧ સિદ્ધશિલા, ૧ લોક અને ૧ આલોક એમ ૩૬૪૪=૧૪૪ બોલ થાય છે.
એ ૩૬ બોલોના ચરમ પ્રદેશમાં તારતમ્યતા છે. તેનો