________________
૫૯૧
સાવચયા સોવીયા
. (૮૮) સોવીય સાવચય. શ્રી ભગવતીસૂત્રના શતક પાના ઉ૦ ૮ માનો અધિકાર.
૧. સોવીય (વૃદ્ધિ), ૨ સાવચય (હાનિ), ૩ સોરચય સાવચયા (વૃદ્ધિ, હાનિ), અને ૪ નિરૂવચય - નિરવચયા - હાનિ નહિ કે વૃદ્ધિ નહિ, એ ૪ ભાંગા પરના પ્રશ્નોત્તર : - સમુચ્ચય જીવોમાં ચોથો ભાંગો છે, શેષ ૩ નથી. ૨૪ દંડકમાં ચારે ભાંગા લાભે હોય), સિદ્ધમાં ભાંગા ૨ (સોવીય અને નિરૂવચય - નિરવચયા).
સમુચ્ચય જીવમાં નિરૂવચય - નિરવચયા છે તે સર્વાર્ધ છે અને નારકીમાં નિરૂવચય - નિરવચયા સિવાયના ત્રણ ભાંગાની સ્થિતિ જ૦ ૧ સમયની ઉ૦ આવલિકાના અસં૦ ભાગની તથા નિરૂવચય - નિરવચયાની સ્થિતિ વિરહદ્વારવતું એમ ૧૯ દંડકમાં જાણવું. સ્થાવરમાં નિરૂવચય - નિરવચય પણ જ૦ ૧ સમય, ઉ૦ આવલિકાને અસંખ્યાતમે ભાગ, સિદ્ધમાં સોવીય જ૦ ૧ સમય, ઉ૦ ૮ સમયની અને નિરૂવીયા - નિરવચયાની જ૦ ૧ સમયની, ઉ૦ ૬ માસની સ્થિતિ જાણવી.
નોટ - પાંચ સ્થાવરમાં અવસ્થિત કાલ તથા નિરૂવચયનિરવચયા કાલ આવલિકાને અસંખ્યાતમે ભાગ કહેલ છે, તે પરકાયાપેક્ષ છે. સ્વકાયનો વિરહ નથી પડતો.
ઇતિ સોવીય સાવચય સંપૂર્ણ