________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
શાન
જ્ઞાની - જાણવાયોગ્ય (જ્ઞાનના
૧૨. જ્ઞેય વિષયભૂત) સર્વ દ્રવ્યો જ્ઞેય છે, દ્રવ્યોનું જાણપણું તે શાન છે. અને પદાર્થોને જાણનાર તે જ્ઞાની છે. જેમ ધ્યેય, ધ્યાન, ધ્યાની વગેરે.
૫૭૮
૧૩. ઉપન્ને વા, વિગમે વા, ધ્રુવેવા - ઉપજવું, નાશ થવું અને નિશ્ચળ રૂપે રહેવું. જેમ જન્મવું, મરવું અને જીવપણે કાયમ (અમર) રહેવું.
ધારી રાખે તે આધાર. તેને
૧૪. આધેય આધાર આધારે રહે તે આધેય જેમ પૃથ્વી આધાર, ઘટાદિ પદાર્થો આધેય, જીવ આધાર, જ્ઞાનાદિ આધેય.
-
-
૧૫. આવિર્ભાવ તિરોભાવ - જે પદાર્થ દૂર છે તે તિરોભાવ અને જે પદાર્થ - ગુણ નજીકમાં છે તે આવિર્ભાવ. જેમ દૂધમાં ઘીનો તિરોભાવ છે અને માખણમાં ઘીનો આવિર્ભાવ છે.
G
૧૬. ગૌણતા - મુખ્યતા - અન્ય વિષયો છોડીને આવશ્યક વસ્તુનું વ્યાખ્યાન કરાય તે મુખ્યતા, અને જે વસ્તુ ગુપ્તપણે અત્રઘાન પણે રહી હોય તે ગૌણતા છે. જેમ જ્ઞાનથી મોક્ષ થાય છે, એમ કહેવામાં શાનની મુખ્યતા રહી અને દર્શન, ચારિત્ર, તપાદિની ગૌણતા રહી.
-
·
૧૭. ઉત્સર્ગ - અપવાદ - ઉત્સર્ગ તે ઉત્કૃષ્ટ માર્ગ છે, અને અપવાદ તેનો રક્ષક છે. ઉત્સર્ગ માર્ગથી પતિત અપવાદનું અવલંબન લઈને ફરીથી ઉત્સર્ગ (ઉત્કૃષ્ટ) માર્ગે પહોંચી શકે છે. જેમ સદા ૩ ગુપ્તિથી રહેવું તે ઉત્સર્ગ માર્ગ અને ૫ સમિતિ તે ગુપ્તિના રક્ષક · સહાયક અપવાદ માર્ગ છે. જિનકલ્પ ઉત્કૃષ્ટ માર્ગ છે, સ્થવિકલ્પ અપવાદ માર્ગ છે. ઇત્યાદિ ષદ્રવ્યમાં પણ
-
જાણવા.