________________
વૈમાનિક દેવ
૫૬૭
ભરી દે, ઇશાનેન્દ્ર બે જંબુ ઝાઝેરા, સનત્કુ૦ ૪ જંબુ૦, મહેન્દ્ર ૪ જંબુ ઝાઝેરા, બ્રહ્મદ્ર ૮ જંબુ, લાંતકેન્દ્ર ૮ જંબુ૦ ઝાઝેરા, મહાશુક્ર ૧૬ જંબુ, સહસ્ત્રેન્દ્ર ૧૬ જંબુ૦ ઝાઝેરા, પ્રાણતેન્દ્ર ૩૨ જંબુ, અચ્યુતેન્દ્ર ૩૨ જંબુ ઝાઝેરા ભરે. (લોકપાલ, ત્રાયશ્ત્રિશ દેવીઓ વગેરે પણ પોતાના ઇન્દ્રવત) અસંખ્ય જંબુદ્વીપ ભરવાં જેટલી શક્તિ છે પણ એટલા વૈક્રિય ન કરે.
૨૧. અવધિ દ્વાર - બધા ઇન્દ્રો ∞ આંગળનો અસંખ્યાતમો ભાગ અવધિથી જાણે દેખે ઉ ઊંચે પોતાના વિમાનની ધ્વજાપતાકા સુધી, તિર્છા અસંખ્ય દ્વીપ સમુદ્ર જાણે દેખે અને નીચે ૧-૨ દેવલોકવાળા પહેલી નર્ક સુધી, ૩-૪ દેવ૦ બીજી નર્ક સુધી, ૫-૬ દેવ૦ ત્રીજી નર્ક સુધી, ૭-૮ દેવ૦ ચોથી નર્ક સુધી, ૯ થી ૧૨ દેવ૦ પાંચમી નર્ક સુધી, ૯ ત્રૈવેયક છઠ્ઠી નર્ક સુધી, ૪ અનુત્તર વિમાન ૭મી-નર્ક સુધી અને સવાર્થ સિદ્ધવાળા ત્રસનાળી સંપૂર્ણ (પાતાળ કળશ ઉપર પોતાનાં વિમાન સુધી) જાણે દેખે.
૨૨. પરિચારણા દ્વાર ૧-૨ દેવ૦ માં પાંચ (મન, શબ્દ, રૂપ, સ્પર્શ અને કાય) પરિચારણા, ૩-૪ દેવ૦માં સ્પર્શ પરિ, ૫-૬ દેવમાં રૂપ પરિ૦, ૭-૮ દેવ૦ માં શબ્દ પરિ૦, ૯ થી ૧૨ દેવમાં મન પરિ, આગળ નથી.
·
-
૨૩. પુન્ય દ્વાર - જેટલાં પુન્ય વ્યંતર દેવ હસી, કુતુહલકરી અનંત શુભ પ્રકૃતિરૂપ કર્મોને (પુણ્યને) ૧૦૦ વર્ષમાં ક્ષય કરે છે. તેટલાં પુન્ય નાગાદિ ૯ દેવો ૨૦૦ વર્ષમાં, અસુર૦ ૩૦૦ વર્ષમાં, ગ્રહ-નક્ષત્ર-તારા ૪૦૦ વર્ષમાં, ચંદ્ર, સૂર્ય, ૫૦૦ વર્ષમાં, સૌધર્મ, ઇશાન ૧૦૦૦ વર્ષમાં, ૩-૪ દેવ૦, ૨૦૦૦ વર્ષમાં, ૫-૬ દેવ૦ ૩૦૦૦ વર્ષમાં, ૭-૮ દે૦ ૪૦૦૦ વર્ષમા; ૯ થી ૧૨ ૦ ૫૦૦૦ વર્ષમાં, ૧ લી ત્રિક ૧ લાખ વર્ષમાં, બીજી ત્રિક ૨ લાખ વર્ષમાં, ત્રીજી ત્રિક ૩ લાખ વર્ષમાં, ૪ અનુ૦ વિ૦ ૪ લાખ વર્ષમાં અને સર્વાર્થસિદ્ધના દેવતા ૫ લાખ વર્ષમાં એટલા પુન્ય ક્ષય કરે.