________________
૫૫૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૪. અનીકા, ૧૫ વૈક્રિય, ૧૬ અવધિ, ૧૭ પરિચારણા, ૧૮ સુખ, ૧૯. સિદ્ધ ૨૦ ભવ, અને ૨૧ ઉત્પન્ન દ્વાર.
૧. નામધાર • ૧૬ વ્યંતર - ૧. પિશાચ, ૨ ભૂત, ૩ જક્ષ, ૪. રાક્ષસ, ૫. કિન્નર, ૬. કિંપુરુષ, ૭. મહોરગ, ૮. ગંધર્વ, ૯. આણપત્રી, ૧૦. પાણપત્રી, ૧૧ ઇસીવાય, ૧૨ ભૂયવાય, ૧૩. કંદિય, ૧૪ મહામંદિય, ૧૫ કોહંડ અને ૧૬ પયંગદેવ.
૨. વાસાદ્વાર - રત્નપ્રભા નર્કનો ઉપલો ૧ હજાર યોનો જે પિંડ છે તેમાં ૧૦૦ યો૦ ઉપર, ૧૦૦ થો૦ નીચે છોડીને ૮૦૦ યો૦ માં ૮ જાતિના વ્યંતર દેવો રહે છે. અને ઉપરના ૧૦૦ યો૦ પિંડમાં ૧૦ યો૦ ઉપર, ૧૦ યો૦ નીચે છોડીને ૮૦ યો૦ માં ૯ થી ૧૬ જાતિના વાણવ્યંતર દેવો રહે છે. (એક માન્યતા એમ કહે છે કે ૮૦૦ યો૦ માં વ્યંતર દેવો અને ૮૦. યો૦ માં ૧૦ જૂલ્મકા દેવો વસે છે),
૩. નગર દ્વાર - ઉપરના વાસામાં વાણવ્યંતર દેવોના અસંખ્યાતા નગર છે તે સંખ્યાતા સંખ્યાતા યોજનાના વિસ્તારવાળા અને રત્નમય છે.
૪. રાજધાની દ્વાર - ભવનપતિથી થોડા વિસ્તારવાળી પ્રાય ૧૨ હજાર યોજનની તિછ લોકના દ્વીપસમુદ્રોમાં રત્નમય રાજધાની છે.
૫. સભા દ્વાર - એકેક ઈન્દ્રને ૫-૫ સભાઓ છે, ભવનપતિ વત્.
૬. વર્ણ ધાર - યક્ષ, પિશાચ, મહોરગ, ગંધર્વનો શ્યામવર્ણ કિન્નરનો નીલો, રાક્ષસ અને કિંપુરુષનો ધોળો, ભૂતનો કાળો વર્ણ : એ વાણવ્યંતર દેવો માફક બાકીના ૮ વ્યંતર દેવોનાં શરીર વર્ણ જાણવા.