________________
નારી
૫૪૫
(૭૪) નારકી પન્નવણા પદ-૨
નારકીનાં ૨૧ દ્વાર - ૧ નામ, ૨ ગોત્ર, ૩ જાડપણું, ૪ પહોળાઈ, ૫ પૃથ્વીપિંડ, ૬ કરંડ, ૭ પાથડા, ૮ આંતરા, ૯ પાથડે પાથડાનો આંતરો, ૧૦ ઘનોદધિ, ૧૧ ઘનવાયુ, ૧૨ તન વાયુ, ૧૩ આકાશ, ૧૪ નરક નરકનું અંતર, ૧૫ નરકાવાસા, ૧૬ અલોક અંતર, ૧૭ વલીયા, ૧૮ ક્ષોત્રવેદના, ૧૯ દેવવેદના, ૨૦ વૈક્રિય, ૨૧ અલ્પબદુત્વ દ્વાર. તેનો વિસ્તાર :
૧. નામ દ્વાર - ૧ ઘમા, ૨ વંશા, ૩ શીલા, ૪ અંજના, ૫ રીઢા, ૬ મઘા, ૭ માઘવતી.
૨. ગોત્રદ્વાર - ૧ રત્નપ્રભા, ૨ શર્કરપ્રભા, ૪ વાલુપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ઘૂમપ્રભા, ક તપ્રભા, ૭ તમતમા (મહાતમ) પ્રભા.
૩. જાડપણા દ્વાર - પ્રત્યેક નરક એકેક રાજુ જાડી છે,
૪. પહોળપણા દ્વાર – ૧ લી નર્ક ૧ રાજ પહોળી, ૨ જી રા રાજ, ત્રીજી ૪ રાજ, ચોથી ૫ રાજ, પાંચમી ૬ રાજ, છઠ્ઠી ઘા રાજ, અને ૭મી ની ૭ રાજુ વિસ્તારે પહોળી છે. પણ નેરીયા ૧ રાજુ વિસ્તારે (ત્રસનાળ પ્રમાણ) જ છે.
૫. પૃથ્વી પિંડ દ્વાર - પ્રત્યેક નર્ક અસંખ્ય અસંખ્ય યોજનની છે. પણ પૃથ્વીપિંડ ૧ લી નર્કનો ૧,૮૦,૦૦૦ યો૦, બીજીનો ૧૩૨૦૦૦ યો૦, ત્રીજીનો ૧૨૮૦૦૦ યો૦, ચોથીનો ૧૨૦૦૦૦ યો, પાંચમીનો ૧,૧૮,૦૦૦, યો૦, છઠ્ઠીનો ૧,૧૬,૦૦૦ યો; અને સાતમીનો ૧,૦૮,૦00 યોજનાનો પૃથ્વીપિંડ છે.
૬. કરંડ દ્વાર - પહેલી નર્કમાં ૩ કરંડ છે. (૧) બરકાંડ - છુ-૩૫